Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

દેડીયાપાડાનાં મોરજડી ગામે બીન અધિકૃત ચર્ચનુ બાંધકામ દુર કરવા વીએચપી નું કલેકટરને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી બિન અધિકૃત ચર્ચ નું બાંધકામ દૂર કરવા રજૂઆત કરી છે
આવેદન માં જણાવ્યા મુજબ દેડીયાપાડા તાલુકાના કાન્દા (મોરજડી) ગામ માં નર્મદા જિલ્લામાં પાંચમી અનુસુચી અને પૈસા અકટ નિયમ લાગુ પડે છે તેમ છતા કાન્દા (મોરજડી) ગામે બિન અધિકૃત રીતે અન્ય ધર્મના લોકો ધ્વારા હાલ ચર્ચનુ બાધકામ કરવામાં આવેલ છે, આ ગામ આદીવાસી ગામ છે અને આ ગામમાં એક પણ  ખ્રિસ્તી નથી તેમ છંતા ખ્રિસ્તીઓ ઘ્વારા બહારથી આવી ચર્ચ બનાવવામાં આવે છે આ ગામમાં ચર્ચ બનવાથી ગામની અખંડિતા અને એકતા પર ભારે અસર થશે અને ગામમાં ઝગડાનુ વાતાવરણ ઉભુ થશે હિન્દુ પરંપરાઓને સંસ્કૃતિનુ દહન થશે સાથે જો આ ચર્ચ બનવાથી રાષ્ટ્ર વિરોધી ગતી વિધી ચાલુ થઈ જશે અને દેશ વિરોધી તાકાતોને બળ મળશે માટે સરકારના વર્ષ, ૨૦૧૧ ઈમા-તરણ વિરોધ કાયદા અનુસાર કડક હાથે કાર્યવાહી   કરવામાં આવે તેવી વીએચપી નાં હોદ્દેદારો એ માઁગ કરી છે, તેમછતા આ ચર્ચ જો દુર કરવામાં નહી આવે તો આ ગામમાં કંઈપણ થશે તો જવાબદારી તંત્રની રહેશે તેવી રજૂઆત કરાઈ છે. આવેદનમાં વિષ્વ હીન્દુ પરિષદ નાં અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ,મંત્રી ગૌતમભાઈ પટેલ,નિરવ બારોટ તથા મહિલા સંયોજક દત્તાબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.

(11:35 pm IST)