Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

મુળ અયોધ્‍યાનો અમદાવાદમાં અભ્‍યાસ કરતા આકાશ ગુપ્‍તાએ 12 કલાકમાં 82 કિ.મી. સતત દોડ અઠવાડીયામાં 173 કિ.મી. દોડી વર્લ્‍ડ રેકોર્ડ નોંધાવ્‍યો

આકાશ ગુપ્‍તાનું કહેવુ છે કે બાબરી મસ્‍જીદ-રામ મંદિર વિવાદને 173 વર્ષે રામનવમીના દિવસે પૂર્ણ થયા

અમદાવાદ: મૂળ અયોધ્યાનો રહેવાસી અને હાલ અમદાવાદમાં અભ્યાસ કરતો આકાશ એક અઠવાડિયામાં 173 કિલોમીટર સતત દોડીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. આકાશ ગુપ્તા ઉમ્ર 23 વર્ષનો છે અને છેલ્લા દસ વર્ષથી દોડવાનો શોખ ધરાવે છે. આકાશનું કહેવું છે કે બાબરી મસ્જિદ અને રામ મંદિર અયોધ્યા વિવાદને 173 વર્ષ આ રામનવમી એ પૂર્ણ થઈ રહ્યા છે. તેથી આ રામનવમી એ હું પણ 173 કલાકની સતત દોડ લગાવીને તે પળને વધાવીશ.

મૂળ આયોધ્યાના વતની આકાશ ગુપ્તાએ સતત 173 કલાક રનિંગ અને વોકિંગનો રેકોર્ડ સર્જ્યો છે. 173 કલાક દરમિયાન આકાશ ગુપ્તાએ સતત રનિંગ અને વોકિંગ કર્યું હતું. અયોધ્યા મંદિરની લડત વર્ષ 1850 થી ચાલતી હતી જેને 173 વર્ષ પૂર્ણ થતાં 173 કલાક રનિંગ અને વોકિંગ કરવાનો આકાશે નિર્ણય કર્યો. આકાશ 12, 24, 36, 48 કલાક અગાઉ અનેક વખત રનિંગ કરી ચુક્યા છે. આ વખતે 173 કલાકમાંથી 12 કલાકમાં 82 કિલોમીટર ઊંધું દોડીને ગિનિસ બુકમાં રેકોર્ડ સર્જ્યો છે. જૂનો રેકોર્ડ વર્ષ 1992માં 77 કલાકનો હતો.

બેરફુટ એટલે કે ખુલ્લા પગે દોડવાનો પણ રેકોર્ડ આકાશના નામે છે. આકાશે 270 કિલોમીટર દોડી ગિનિસ બુકમાં રેકોર્ડ બનાવ્યો છે, જે અગાઉ 222 કિલોમીટરનો હતો. 173 કલાકમાંથી બાકી રહેલા 123 કલાકમાં જે પણ કિલોમીટર રનિંગ અને વોકિંગનો પણ રેકોર્ડ થશે.

નોંધનીય છે કે, ગયા વર્ષે અમદાવાદ થી મુંબઈ દરરોજના 110 km દોડીને ચાર દિવસમાં 96 કલાક દોડીને આકાશ મુંબઈ પહોંચ્યોયો હતો. દેશમાં કોઈ પણ મેરેથોન યોજાય તો તેમાં આકાશ ભાગ લેવા જાય છે. હાલ ત્રણ કેટેગરીમાં તે દોડી રહ્યો છે. ફોરવર્ડ રનિંગ, બેકવર્ડ એટલે કે રિવર્સ રનીંગ, બેરફુટ એટલે કે ઉઘાડા પગે રનિંગ આ ત્રણેય પ્રકારની રનિંગમાં 173 કલાક દરમિયાન વિવિધ રેકોર્ડ્સ બ્રેક થયા છે.

(5:23 pm IST)