Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

સુરતમાં ઘરની બહાર રમતી બાળા ઉપર શ્વાને હુમલો કરતા બાળાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવી પડી

સીસીટીવી ફુટેજ પણ સામે આવ્‍યાઃ વારંવાર શ્વાનના હૂમલાથી લોકો ચિંતીત

સુરતઃ સુરતમાં 3 વર્ષની બાળા ઉપર શ્વાને હૂમલો કરતા દોડધામ મચી ગઇ છે.

સુરતમા રખડતા શ્વાનનો આતંક રોજે રોજ સામે આવી રહ્યો છે. ત્યારે હવે ફરી શહેરના અલથાણ વિસ્તારમાં ઘર પાસે રમી રહેલી પાંચ વર્ષીય બાળકીને ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.ત્યારે બીજી તરફ શ્વાન કરડવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સુરતના અલથાણ વિસ્તારમાં ઘર પાસે રમતી એક પાંચ બાળકીને શ્વાને બચકા ભર્યા હતા. આ બાળકી ઘર પાસે રખડતા શ્વાનને ભગાડવા જતી હતી તે સમયે પાછળથી આવેલા એક શ્વાને બાળકીને બચકું ભરી લીધું હતું. જેને પગલે બાળકે ચીસો પાડતા ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા અને બાળકીને બચાવી લીધો જોકે કુતરુ બાળકીના થાપાના ભાગે કરડી જતા તેને ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

અલથાણ વિસ્તારમાં સોસાયટીમાં રખડતા શ્વાને બાળકીને બચકું ભરી લેવાની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થયા જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક ઘર પાસે કામ કરી રહ્યા છે. અને ત્યાં નજીકમાં બાળકી બાળકી ઘર પાસે રમતી હતી, તે સમયે બાળકી શ્વાનને ભગાડવા જાય છે અને ત્યાં જ પાછળથી આવેલ એક શ્વાન બાળકીને બચકું ભરી લે છે. શ્વાન કરડવાથી બાળકી ચીસો પાડતા જ તરત ત્યાં લોકો દોડી જાય છે અને બાળકીને બચાવી લે છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં શ્વાન કરડવાના કારણે થોડા સમય પહેલાં બે બાળકોના મોત થયા હતા. અને ત્યાર બાદ પણ અનેક વાર બાળકોને શ્વાન કરડવાના બનાવો સતત વધી રહ્યા છે.એટલુ જ નહિ પણ પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મનપાનું નિંદ્રાદિન તંત્ર સરકારી ગતિએ પણ કાર્યવાહી કરી રહ્યું નથી તેવુ હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે.

 

(8:39 pm IST)