Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સુરતના ગોડાદરામાં લોહીમાં લથપથ મૃતદેહ મળી આવ્યો

હત્યારાને પકડવા પોલીસ ચક્રોગતિમાન : રોજેરોજ હત્યા, દુષ્કર્મ તેમજ લૂંટ જેવા કેટલાય ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાય છે : ગુનાઓને ડામવા પોલીસ નિષ્ફળ

સુરત, તા. ૩૦ : શહેર હવે ધીરે ધીરે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બનતું જઇ રહ્યું છે. સુરતમાં ગુનાઓ ડામવામાં પોલીસ નિષ્ફળ રહી છે. રોજેરોજ હત્યા, દુષ્કર્મ અને લૂંટ જેવા અનેક ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાય છે. જ્યારે ગેંગવોર અને નિયમોના ભંગના તો સેંકડો ગુનાઓ પોલીસ સ્ટેશનમાં રોજેરોજ નોંધાતા જ રહે છે.  સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક આંગણામાં યુવાનનો લોહીથી લથબથ મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. જો કે યુવકની કોઇ વ્યક્તિ દ્વારા મોડી રાત્રે હત્યા કરી નાખવામાં આવી હતી. હાલ તો પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં નંદન આંગણવાડી ખાતે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. લોહીથી લથબથ મૃતદેહને જોઇ પોલીસને કોઇએ રાત્રે જ તેની હત્યા કરી નાખી હોવાની શંકા ગઇ હતી. હાલ તો પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત આસપાસનાં સીસીટીવી ફૂટેજ એકઠા કરવા અને આરોપીની ઓળખ કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

(9:50 pm IST)