Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજપીપળામાં ઘરવિહોણા લોકો માટે આજથી સેન્ટ્રલ કિચન યોજના શરૂ કરાઇ

જિલ્લા વહીવટી તંત્ર અને વૈષ્ણવ વણિક સમાજ ની સંયુક્ત સેવા પ્રવૃતી

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને વૈષ્ણવ વણિક સમાજ તરફ થી આજથી સમાજ સેવા ની નવીન યોજના શરૂ થઇ છે.
  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા સ્મશાન ગૃહ માં કોરોના દર્દીઓના મૃતદેહોના અગ્નીસંસ્કારની વ્યવસ્થા સંભાળી  સૌ ની પ્રશંશા પામનાર વૈષ્ણવ વણિક સમાજના યુવાનો એ જિલ્લા વહીવટી તંત્ર ના સહયોગથી હરસિધ્ધિ મંદિરની પાછળના ભાગે સેન્ટ્રલ કિચન યોજના આજથી શરુ કરશે જેમાં નિરાધાર તેમજ આવક વિહોણા લોકોને ભોજન આપવામાં આવશે આ યોજના ની શરૂઆત બાદ તેને મોટા સ્વરૂપે શરૂ કરાશે એમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

(10:26 pm IST)