Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દો ગજ કી દૂરી કા રખો ધ્યાન, યહી હૈ કોરોના કા સમાધાન

ગુજરાતમાં મે મહિનામાં કોરોનાના નવા કેસમાં ૮૭ ટકા ઘટાડો

તા.૧ મેએ નવા ૧૩૮૪૭ દર્દીઓ નોંધાયેલ, સતત ઘટાડા સાથે ગઇકાલે ૧૮૭૧ નોંધાયાઃ સાજા થવાનો દર ૯૪.૪૦ ટકાઃ અત્યાર સુધીમાં કુલ ૭,૬ર, ર૭૦ દર્દીઓ થયા

રાજકોટ તા. ૩૧ : ગુજરાતમાં એપ્રિલ મહિનામાં બીજી લહેર વખતે કોરોનાએ તરખાટ મચાવ્યા બાદ હવે શાંત થઇ રહ્યો છે. સઘન સારવાર, આંશિક લોકડાઉન, રસીકરણ વગેરે પગલાઓ દ્વારા વિજયભાઇ રૂપાણીની સરકારે પર કાબૂ મેળવ્યા છે. તા.૧ મેની સરખામણીએ તા.૩૦ મીએ નવા કેસોની સંખ્યામાં ૮૭ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

ગુજરાતમાં ગઇ ર૮ એપ્રિલ નવા ૧૪૧ર૦ કેસ નોંધાયેલ તા.૧ મીએ ૧૩૮૪૭ નવા કેસ નોંધાયા હતા. રાજયમાં ૮પ દિવસનો મૃત્યુ આંક ૧૭૭ હતો. ક્રમશઃ ઘટાડા સાથે નવા દૈનિક કેસની સંખ્યા ૧પમીએ ૯૦૬૧ સુધી પહોંચેલ મૃત્યુ આંક તે દિવસ ૯પ નોંધાયો હતો તા.૧ મે પછી ગઇકાલે તા.૩૦મેએ ઘટાડાનો દોર ચાલુ રહ્યો છે. ગઇકાલે રાજયમાં ૧૮૭૧ નવા કેસ નોંધાયેલ ગઇકાલે કોરોનાના કારે રપ મૃત્યુ નોંધાયા છે. રાજયમાં હજુ એકટીવ કેસની સંખ્યા ૩પ૪૦૩ છે. ગઇકાલે પ૧૪૬ દર્દીઓ સાજા થયા હતા. હાલ કોરોના એપ્રિલની સરખા ગણીએ એકદમ હળવો પડી ગયો છે. છતા હજુ પુરતી સાવચેતી જરૂરી છે.

ગઇકાલે ગુજરાતમાં એકજ દિવસમાં ૧,પ૩,૦૭૦ લોકોને કોરોનાની રસી મુકવામાં આવી છે. અત્યાર સુધીમાં રસીના ૧.૬૮ કરોડ ડોઝ અપાઇ ગયા છે. રસીકરણ વધારવા પર સરકાર ભાર મૂકી રહી છે.

(11:46 am IST)