Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ગુજરાતના અર્થતંત્રને વધુ છિન્નભિન્ન કરતા કાવતરાનો પાટનગરમાં રાતોરાત પર્દાફાશ

૩૦ લાખની બનાવટી નોટો તૈયાર હતી, બીજી ગેંગ ૫૮ લાખની બનાવટી નોટો તૈયાર કરવામાં વ્યસ્ત હતી તેવા સમયે જ ગાંધીનગર એલસીબી ટીમ દ્વારા ૪ શખ્સોને ઉપાડી લેવાયા,વોન્ટેડને શોધવા ધમધમાટ :ગાંધીનગર રેન્જ વડા અભયસિંહ ચુડાસમા અને એસપી મયુરસિંહ ચાવડાના અનેક અપરાધીઓ પકડવાના અનુભવના આધારે પીઆઇ એચ.પી.ઝાલા તથા પી.એસ. આઈ એસ.પી.જાડેજા ટીમને વધુ એક મોટી સફળતા મળી

રાજકોટ તા.૩૧, ગુજરાતના પાટનગર ગાંધીનગર તથા તેના આસપાસના વિસ્તારોમાં બનાવટી નોટો દ્વારા ગુજરાતભરમાં માયાજાળ ફેલાય તે પહેલાં જ ગાંધીનગર રેન્જ વડા અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સતત રાખતી બાજ નજરને કારણે લાખોની બનાવટી નોટો પકડવા સાથે ગાંધીનગર એલસીબી દ્વારા બે ડગલાં આગળ વધી રૂપિયા બે હજારની કિંમતની ૫૮ લાખની બનાવટી નોટો તૈયાર થઇ ગુજરાતના અર્થતંત્રને લોક ડાઉન સમયે છિન્ન ભિન્ન કરે તે પહેલાં જ ઝડપી લેવાતા ગૃહ મંત્રાલય, ડીજીપી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.                       

 પોલીસ સૂત્રોમાંથી અકિલાને મળેલ માહિતી મુજબ વિગતો આ મુજબ છેે.

 આ.પો.કો. જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ગાંધીનગર વિસ્તારમાં કેટલાક ઇસમો પોતાની સાથે ભારતીય ચલણની નોટોની બનાવટ કરવા માટેની સામગ્રી પોતાના કબ્જામાં રાખી ભારતીય ચલણની નોટોની બનાવટનો ગુનો કરવાના ઇરાદાથી એક GJ 06 KH 2769 નંબરની ડસ્ટર ગો ગાડીમાં લઇને ફરે છે અને હાલમાં તેઓ પથિકાશ્રમ એસ.ટી.ડેપો ની પાછળના ભાગે ખાણીપીણી લારીઓની નજીક ઉપરોકત ગાડી સાથે ઉભા છે. જેથી સદર હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતાં, રૂપિયા ૨૦૦૦ની બનાવટી ચલણી નોટ બનાવવા સારૂ કુલ ૫૮ લાખ બનાવવા કટીંગ કરેલ કાગળના બંડલ સાથે મળી આવેલ છે.

આ ઉપરાંત ગાડીમાથી રૂ.૪,૫૦,૦૦૦ દરની ચલણી નોટ મળી આવેલ છે. જે બાબતે ઉડાંણ પુર્વક પુછપરછ કરતા તા.ર૮/૦૫/ર૦ર૧ના રોજ શાહપુર સર્કલ ગાંઘીનગર નજીક એક વ્યકિત પાસેથી પોતાની પાસેનુ કેમીકલ બતાવી જેનાથી જુની યલણી નોટો એ.ટી.એમ.માંથી કાઢેલ હોય તેવી નવી થઇ જાય છે જે નવી નોટોના બદલામાં એક પાર્ટી પાસેથી ત્રીસ ટકા વધુ રકમની જુની નોટો મળી શકે છે. જે પૈસા ફરીથી કેમીકલના ઉપયોગથી નવી નોટો કરી ટુંક સમયમાં તમારા પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી રૂપિયા મેળવેલ હૌવાનુ જણાવેલ છે. જે પકડાયેલ રૂપિયા ૪,૫૦,૦૦૦ ની ચલણી નોટો બનાવટી છે કે ખરી તે સારૂ તપાસ અર્થે કબ્જે કરેલ છે. 

ગુજરાતના અર્થ તંત્રને છિન્ન ભિન્ન કરે તેવી કાર્યવાહીમાં આરોપીઓ ને પકડી પાડવામાં જાગૃતિ દેખાડનાર પોલીસ અધિકારીઓમાં પીઆઇ એચ.પી.ઝાલા, પીએસઆઈ એસ.પી.જાડેજા, પી.એસ. આઈ.પી. ડી.વાઘેલા, જોગીન્દરસિંહ, કેવલસિંહ, હસમુખભાઈ, સજાદ હુસેન, જિતેન્દ્રસિંહ, સચિનસિંહ વિગેરેની જાગૃતિ રંગ લાવી હતી. અન્ય ઘટનામાં પણ ગાંધીનગર આઇજી અભયસિંહ ચુડાસમા અને ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડાની પોતાના વિસ્તારમાં કોઈ માયા ન વિસ્તારે તે માટે અનેક અટપટા ગુન્હા ઉકેલવાના અનુભવના આધારે મોટી સફળતા મળી છે.

 જેની સામે ભૂતકાળમાં ૩ જેટલા છેતરપિંડીના ગુના છે અને શરતી જામીન પર છૂટેલા સંતોષ રાવળ દેવું વધી જતાં અને કોર્ટમાં રકમ જમાં કરાવવા માટે પોતાના ઘરમાં બનાવટી ચલણી નોટો ૩૦ લાખની છાપી હતી, તે ચલણમાં પ્રસરે તે પહેલાં કબ્જે કરવામાં આવી હતી. પકડાયેલ નોટો બનાવટી હોવાનું આઇજી અભયસિંહ ચુડાસમાની પારખું નજર તુરત પારખી ગઈ હોવા છતાં બેંક અને એફએસએલની મદદ લેતાએ ચલણી નોટો બનાવટી નીકળી હતી.

(11:47 am IST)