Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

પોલીસ દ્વારા તમામ કામો પડતા મૂકી, એ ગરીબ ઘરની માસૂમ બાળકીને અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી હેમખેમ બચાવી લેવામાં આવી

પોલીસ કમિશનર અજય કુમાર તોમરની પરંપરાને માનવીય અભિગમ ધરાવતા સુરત પીઆઇ અંકિત સોમયાની ટીમ દ્વારા અથાગ જહેમત સાકાર, વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ અને બિલ્ડિંગના ખૂણે ખૂણા ચકાસવામાં આવ્યા, અનોખી કથા

 રાજકોટ તા. ૩૧, સુરતને ડ્રગ્સ મુકત બનાવવાના અભિયાન સાથે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ગરીબ અને સામાન્ય પરિવારના કોઇ પણ બાળક ગુમ થવાના કિસ્સામાં તમામ પોલીસ ફોર્સ કામે લગાડી દેવાની રણનીતિ વધુ એક વખત રંગ લાવવા સાથે પૂર્વજોનો ઇતિહાસ બરકરાર રહે તેવી ભાવના સાથે ફરજ બજાવતા સુરત પીઆઇના માર્ગદર્શન હેઠળ એક વધુ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. 

ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇ તારીખ ૨૮/૦૫/૨૦૨૧ ના રોજ મગદલ્લા બંદર ખાતે આવેલ રણછોડ રત્નનગરમાંથી એક અઢીથી ત્રણ વર્ષની બાળકી સાંજના કલાક-૧૯  વાગ્યાથી ગુમ થઇ ગયેલ છે જે માહીતીની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલીક પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી અંકિત સોમૈયા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અધિકારી/કર્મચારીઓ સાથે બનાવના સ્થળે પહોચી હકીકત મેળવી બાળકીનો ફોટો મેળવી બનાવ વાળી જ્ગ્યાએ આસપાસના વિસ્તારમા રહેતા લોકો તથા પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી રણછોડ રત્નનગરમાંથી બહાર નિકળવાના રસ્તાઓ ઉપર આવેલ સી.સી.ટીજી ફુટેજ ચેક કરી બનાવના સ્થળની આસપાસ આવેલ તમામ પરપ્રાંતીયના રહેણાંક વાળી ખોલીઓ ધરાવતી. બિલ્ડીંગોની એક-એક ખોલી તથા બિલ્ડીંગોના ધાબા તેમજ અન્ય બાંધ કામ હેઠળ બિલ્ડીંગોના દરેકે-દરેક ખુણા ચકાસળ, બાળકીનો, ફોટો મોબાઇલ દ્વારા ટીમોને શેર કરી રણછોડ રત્નનગરની આસપાસ આવેલ કેનાલ ખુલ્લા મેદાન ઝાડી-ઝાંખરા વાળી અવાવરૂ જગ્યાએ આખી રાત સઘન શોધખોળ કરવામા આવતા મળસ્કે ગુમ થનાર બાળકીના ઘર નજીક આવેલ એક ઘરની અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી બાળકી મળી આવતા તેને બહાર કાઢી દાકતરી તપાસ કરાવતા કોઇ પણ પ્રકારની ઇજાઓ કે અન્ય ગુનાહીંત જણાંઇ આવેલ નહીં અને બાળકી તંદુરસ્ત હાલમાં તેના માતા-પિતાને સોપવામાં આવેલ.

આ સ્થાનિક પોલીસના કુનેહપૂર્વકના પ્રજાને સાથે રાખી આખી રાત દરમ્યાન કરવામા આવેલ પ્રયત્ન અંતે ગુમ થનાર  અઢી વર્ષીય બાળકીને શોધી નાખી તેના માતા-પિતાને સુપ્રત કરવામાં આવેલ છે.

(11:48 am IST)