Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

એન્ટીબોડી કોકટેલ ઇન્જેકશન આવતા સપ્તાહથી ગુજરાત સહિત દેશભરમાં ઉપલબ્ધ બનશે

અમદાવાદઃ અમેરીકા અને યુરોપના દેશોમાં કોરોનાના દર્દીઓને સાજા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી મોનોકલોનોલ એન્ટીબોડીઝ કોકટેલ આગામી જુનના પહેલા પખવાડીયામાં સમગ્ર ગુજરાત સહિત ભારતના વિસ્તારોમાં ઉપલબ્ધ થવા માંડશે. મોનોકલોનોલ એન્ટીબોડીઝ કોકટેલ શરીરમાં એન્ટીબોડીઝ જનરેટ કરેે છે. આ એન્ટીબોડી કોરોનાના વાઇરસનો પ્રતિકાર કરે છે. કોરોનાનો ચેપ લાગ્યાના દસ દિવસમાં જ તે દર્દીને કોરોનાની અસરમાંથી મુકત કરી દેતી હોવાનું જોવા મળ્યું છે. એક ડોઝની કિંમત રૂ.૫૯,૩૦૦ છે. વડોદરા અને રાજકોટમાં આ ઇન્જેકશનથી દર્દીઓને સાજા કરવામાં આવ્યા હતા.

(1:16 pm IST)