Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભક્તોને જોવી પડશે રાહ :પાવાગઢ મંદિર 10 જૂન સુધી રહેશે બંધ : પાવાગઢ અને ચાંપાનેરમાં આરક્ષિત મોન્યુમેન્ટમાં પણ પ્રવેશબંધી

પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત મોન્યુમેન્ટમાં મુલાકાતીઓ માટે આગામી 15 જૂન સુધી પ્રવેશ બંધ કરાયો

ચમહાલ: કોરોના મહામારીનેકારણે આગામી 10 જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે  મંદિર બંધ રાખવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. તેમજ પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા આરક્ષિત મોન્યુમેન્ટમાં  મુલાકાતીઓ માટે પ્રવેશ બંધની મુદતમાં પણ વધારો કરાયો છે. ત્યારે પાવાગઢ આવતા ભક્તોને મહાકાળી માતાજીના પ્રત્યેક્ષ દર્શન માટે રાહ જોવી પડશે.

   પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવાની અવધીમાં વધારો કરાયો છે. આ અગાઉ 31 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કારાયો હતો. પરંતુ કોરોના મહામારીને લઇને પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા આરક્ષિત મોન્યુમેન્ટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધની મુદતમાં વધારો કરાયો છે. ભારતીય પુરાતત્વ વિભાગે  કોરોના મહામારીને લઇને આ નિર્ણય કર્યો છે. પુરાતત્વ વિભાગ દ્વારા આગામી 15 જૂન એટલે કે 16 દિવસ સુધી પ્રવેશ બંધ કરાયો છે.

  વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતાં પાવાગઢના ચાંપાનેર ખાતે આવેલા 114 મોન્યુમેન્ટમાંથી 39 મોન્યુમેન્ટને પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરાયા હતા. ત્યારે આ સ્મારકોને નિહાળવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. જો કે, કોરોના મહામારીને કારણે લોકોમાં સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે પાવાગઢ તેમજ ચાંપાનેર ખાતે મુલાકાતીઓના પ્રવેશ બંધની સમયમાર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

(1:32 pm IST)