Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

આજે વિશ્વ તંબાકુ નિષેધ દિવસ

તમાકુ સંબંધી બિમારીઓથી વિશ્વમાં દર વર્ષે ૮૦ લાખ મોત

ધુમ્રપાન કરનારાઓને કોરોનાનું ગંભીર જોખમ, મોતનું જોખમ પ૦ ટકા વધારે

વડોદરાઃ સયાજી હોસ્પિટલના કેન્સર ઉપચાર વિભાગમાં એક વિચીત્ર સત્ય સામે આવ્યુ છે. તમાકુના સેવનના કારણે થયેલ કેન્સરના દર્દીને લઇને આવેલા તેના સગાઓ આ તક્ષ્ય જાણતા હોવા છતાં છુટથી તમાકુનું સેવન અથવા ધુમ્રપાન કરતા જોવા મળે છે. તેઓનું માનવુ છે કે અમારા સગાને ભલે કેન્સર થયુ પણ અમને કંઇ નહિ થાય.

તમાકુના વિવિધ પ્રકારના સેવનથી કેન્સર ઉપરાંત અસ્થમા, ટીબી, ધુમ્રપાનથી રકતવાહીનીઓ સંકોચાવી, હૃદયરોગ, મગજના રોગો થવાની શકયતાઓને જોતા કહી શકાય કે તમાકુનું સેવન જીવલેણ અથવા ઘાતક કુટેવ છે. દુનિયાભરમાં દર વર્ષે અંદાજે ૮૦ લાખ લોકોના મોત તમાકુ સંબંધિત બિમારીઓથી થાય છે. જેમાંથી ૨ લાખ લોકોને ધુમ્રપાનથી થતી અસરના કારણે કેન્સર થાય છે. આરોગ્ય પર તમાકુની થતી ખરાબ અસરને ધ્યાનમાં રાખીને સંયુકત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોમાં ૧૯૮૭ થી દર વર્ષે ૩૧મેને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવાય છે. તમાકુના સેવનથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થતી ખરાબ અસરો સામે આ દિવસે લોકોને સાવચેત કરવા ઉપરાંત લોકોને તમાકુથી દુર રહેવાની અપિલ કરવામાં આવે છે.

(2:59 pm IST)