Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ધો.૧૨ના પરિક્ષાર્થીઓને રસીમાં અગ્રીમતા આપો : યશવંત જનાણી

રાજકોટ,તા. ૩૧: વિદ્યાર્થીઓની માર્ગદર્શક સંસ્થા સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના સ્થાપક ટ્રસ્ટી અને ચેરમેન યશવંત જનાણીએ રાજ્યનાં મુખ્યમંત્રીને અનુરોધ કરી જણાવ્યું હતુ કે, ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્નાતક અને અનુસ્નાતકનાં પરિક્ષાર્થી વિદ્યાર્થીઓ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧ લી જુલાઇથી શરૂ કરવામાંઆવનાર ધો. ૧૨ની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ માટે રસીકરણનો કાર્યક્રમ તાત્કાલીક યુધ્ધના ધોરણે શરૂ કરવો જોઇએ.

કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે લેવામાં આવનાર આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે રસીનાં બે ડોઝ સમયસર આપવા જોઇએ. સૂચન યશવંત જનાણીએ કરેલ છે.

જ્યારે રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો. ૧૨ની પરીક્ષા શરૂ કરવાની તા. ૧ જુલાઇ આપે છે. ત્યારે ૯,૧૦ અને ૧૧નાં વર્ગોનું સત્ર ૧ લી ઓગસ્ટથી શરૂ કરવું જોઇએ. તેમ અંત યશવંત જનાણીએ જણાવેલ છે.

(4:50 pm IST)