Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અમદાવાદના ડ્રાઈવ થ્રુ વેકસીનેશનમાં ભારે નિરસતા પહેલા લાંબી લાઈનો બાદ હવે 'કાગડા' ઉડયા

એકાએક લોકોમાં નિરસતાઃ ૭૦ ટકાથી ઓછા લોકો વેકસીન લેવા આવ્યા

રાજકોટ, તા. ૩૧ :. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલતા ડ્રાઈવ થ્રુ વેકસીનેશનનો ગઈકાલે ચોથો દિવસ હતો. રવિવાર હોવા છતા લોકોમાં વેકસીનેશન માટે નિરસતા જોવા મળી છે. પહેલા બે દિવસ કરતા ૭૦ ટકા ઓછા લોકો કોરોના વેકસીન લેવા માટે આવ્યા હતા. એક હજાર રૂપિયામાં આવી રહી છે વેકસીન પરંતુ અગમ્ય કારણોસર વેકસીન માટે લોકોનો ઘટાડો જોવા મળ્યો હતો. ડ્રાઈવ થ્રુ વેકસીનેશન સેન્ટર ખાતે એક હજાર રૂપિયામાં કોરોના વેકસીનનો એક ડોઝ આપવામાં આવે છે. જો કે તેમ છતા પહેલા બે દિવસ ભારે ધસારો જોવા મળ્યો. કારની લાંબી લાંબી કતારો જોવા મળી હતી પરંતુ હવે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન માટે લાંબી કતારો જોવા મળતી નથી.

(4:51 pm IST)