Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં સોનાની દુકાનમાંથી 21.27 લાખની તસ્કરી કરી બંગાળી કારીગર ફરાર

અમદાવાદ: શહેરના માણેકચોકમાં સોનીની દુકાનમાંથી રૃા.૨૧.૨૭ લાખના સોનાની ચોરી કરીને બંગાળી કારીગર ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ખાડિયા પોલીસે ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 આ કેસની વિગત એવી  છે કે પાલડી  વિસ્તારમાં રહેતા અને માણેકચોક ઘાંચીની પોળમાં અષ્ટમંગલ એર્નામેન્ટસ પ્રા.લી. નામથી સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય કરતા નિતિનકુમાર સુરેશભાઇ ગાંધીએ ની દુકામાં ચોરીની ઘટના બની હતી જેમાં ચાર મહિના પહેલા બહેમપુરામાં રહેતા અને પશ્ચિમ બંગળના વતની લક્ષ્મણભાઇ રાધેશ્યામ મૈતી કામ કરતો હતો.

 ગત તા. ૧૩ એપ્રિલના રોજ  બપોર સુધી દુકાને આવ્યા બાદ ફરાર થઇ ગયા હતા એટલું જ નહી બે મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધા હતા સોનીએ ઘરે તપાસ કરતાં તે ઘરને તાળું મારીને ભાગી ગયો હતો.  સોનીએ દુકાનમાં તપાસ કરતાં કારીગર રૃા. ૨૧, ૨૭, ૪૦૦ની કિંમતનું ૪૮૯.૧૩૦  ગ્રામ સોનાની ચોરી કરી હતી. આ ઘટના અંગે કારીગર સામે ખાડિયા પોલીસ ચોરીનો ગુનો  નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:02 pm IST)