Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

વડોદરાના શિનોરમાં બે પાડોશી વચ્ચે થયેલ ઝઘડાની અદાવત રાખી 10 વર્ષીય બાળકીના ગળામાં ફાસો આપી દેતા ચકચાર મચી જવા પામ્યો

શિનોર:શિનોર રેલવે ગરનાળા પાસે રહેતા બે પાડોશી વચ્ચે ૨૫ દિવસ પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખી  ૧૦ વર્ષના  બાળકની ગળામાં દોરી વડે ફાંસો આપીને પાડોશીએ હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ પુનમભાઈ છીતાભાઈ વાઘરી (દેવીપુજક) આજે ખેતરમાં મજૂરી માટે ગયા હતા અને તેનો મોટો પુત્ર અને પત્ની મણીબેન સાધલી બાઇક લઇને ગયા હતા તેમજ પુત્રાવધુ હિરલ દુકાને ગઇ હતી અને નાનો પૌત્ર તરુણ ઘરે એકલો હતો. હિરલ દુકાનેથી ઘરે પરત આવી ત્યારે ઘરની પાછળના ભાગે શંકાસ્પદ ઉભેલા પાડોશી રાજુભાઈ વાઘરી (દેવીપૂજક)અને તેની પત્ની સવિતા ભાગી ગયા હતાં.

પીપળાના ઝાડ નીચે માસૂમ તરુણ  બેભાન અવસ્થામાં પડેલો જોતા  તેને ઉચકી ઘરમાં લઇ આવેલ દરમિયાન સાધલી ગયેલા ભાવેશ અને મણીબેન પણ પરત આવ્યા હતાં. બેભાન અવસ્થામાં તરૃણને હોસ્પિટલ લઇ જતા તેનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જો કે તરૃણના ગળામાં દોરીનું નિશાન જોતા કંઈક અજુગતું બન્યું હોવાનું લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. 

(6:07 pm IST)