Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગ્રાન્ટેન્ડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કાર્યક્રમ યોજાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતીકાલે તા. 1 જૂનના રોજ ગ્રાન્ટેન્ડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા- 2021 અંતર્ગત નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર- હુકમ એનાયત  કાર્યક્રમ સવારે 10.30 કલાકે ગાંધીનગર ખાતે યોજાશે.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી  વિભાવરીબહેન દવે, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ નવ નિયુક્ત શિક્ષણ સહાયકો ઉપસ્થિત રહેશે.

(6:38 pm IST)