Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અમદાવાદ ભાજપના શહેર પ્રમુખ તરીકે પૂર્વ મેયર અમિત શાહ અને ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલ

અમદાવાદ ભાજપના નવા શહેર પ્રમુખ તરીકે પૂર્વ મેયર શ્રી અમિત શાહની વરણી થઈ છે. જ્યારે ગાંધીનગર જિલ્લા ભાજપ  પ્રમુખ તરીકે માણસાના શ્રી અનિલ પટેલની નિમણૂંક થઈ છે

ગત અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે અમિત શાહને ટિકિટ આપી નહોતી. તેમજ તેમના પુત્રને પણ ટિકિટ મળી નહોતી. ભાજપ દ્વારા બેથી વધુ વાર ચૂંટાયેલા અને નેતાઓના સગાઓની ટિકિટ નહીં આપવાનું નક્કી કરવામાં પિતા-પુત્રને ટિકિટ મળી નહોતી.

આ સમયે અમિત શાહની નારાજગી પણ સામે આવી હતી. જોકે, પાર્ટી તેમને મનાવી લેવામાં સફળ થઈ હતી. તેમજ અમિત શાહે પાર્ટી તરફથી કોઈ નારાજગી ન હોવાની વાત પણ મીડિયા સમક્ષ કરી હતી. ત્યારે હવે તેમને પાર્ટીને વફાદારીને બિરદાવી છે અને તેમને અમદાવાદ શહેર પ્રમુખ બનાવાયા છે. 

(7:00 pm IST)