Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સિંગર દિવ્યા ચૌધરીએ લગ્નમાં નિયમો તોડ્યા

બનાસકાંઠાની ચકચારી ઘટના

કાંકરેજ, તા. ૩૧ : સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વધુ એક વીડિયો સામે આવ્યા છે. કાંકરેજ તાલુકામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરીનો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. મામલે થરા પોલીસે દિવ્યા ચૌધરી સહિત લોકો સામે ફરિયાદ નોંધી છે.કાંકરેજ તાલુકાના થરામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ભંગ કરાયો હતો અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દિવ્યા ચૌધરી લગ્ન પ્રસંગમાં માસ્ક વગર અને લોકોની ભીડ એકત્રિત કરી સરેઆમ કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હતું.

દિવ્યા ચૌધરીએ પોતે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જો કે, સામાન્ય નાગરિક માસ્ક વગર પકડાય છે ત્યારે તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે પરંતુ જ્યારે આવા લોકો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

(7:53 pm IST)