Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

GPSC પરીક્ષા તારીખોનો નવો શેડ્યૂલ જાહેર : 146 પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવાઈ

13 જૂનથી અલગ અલગ પરીક્ષા યોજાવાની શરૂ થશે: RFOની પ્રિલીમ પરીક્ષા 20 જૂનથી લેવામાં આવશે: DYSO અને STIની પ્રિલીમ પરીક્ષા 1 અને 8 ઓગસ્ટે લેવાશે.

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કારણે GPSC દ્વારા મોકૂફ કરાયેલી પરીક્ષાઓ અંગે નવી જાહેરાત સામે આવી છે. GPSC પરીક્ષા તારીખોનો નવો શેડ્યૂલ જાહેર કર્યો છે. અલગ અલગ 146 પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવાઈ છે. જેમાં અગાઉ મોકૂફ કરાયેલ પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. 13 જૂનથી અલગ અલગ પરીક્ષા યોજાવાની શરૂ થશે. RFOની પ્રિલીમ પરીક્ષા 20 જૂનથી લેવામાં આવશે. DYSO અને STIની પ્રિલીમ પરીક્ષા 1 અને 8 ઓગસ્ટે લેવાશે.

થોડા દિવસ અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન દિનેશ દાસાએ જણાવ્યું હતું કે, જે સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી પડી હતી એમાં ભરતી કરવા માટે GPSC એ કેલેન્ડર જાહેર કર્યું હતું અને મોટી સંખ્યામાં પરીક્ષાઓ જાહેર કરી દીધી હતી અને તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી હતી, પરંતુ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે લોકોની સુરક્ષાને ધ્યાને લઇને પરીક્ષાઓ અટકાવી દેવામાં આવી હતી. પરતું હવે સદનસીબે હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને આગામી મહિનામાં રાજ્યમાં 1 હજારથી ઓછા કેસ નોંધાશે તેવી આશા સેવાઇ રહી છે ત્યારે જીપીએસસી પણ જૂન મહિનાથી ભરતી પરીક્ષા શરૂ કરવાની આયોજન કરી રહ્યું છે.

 

આગામી જૂન મહિનાથી વિવિધ પરીક્ષાઓ યોજવાની તૈયારી શરૂ થનાર છે જેમાં અગાઉ ફોર્મ ભર્યા છે તે વયમર્યાદા માન્ય ગણવામાં આવશે પોણા બે વર્ષથી ભરતી પ્રક્રિયા અટકતા કેટલાક યુવાઓમાં એ વાતની ચિંતા હતી કે ફોર્મ ભરતી વખતે પોતે વયમર્યાદામાં હતા પરંતુ પોણા બે વર્ષનો સમય વીતી જતા તેમની ઉંમર હાલમાં વધી ગઇ છે તો આવા ઉમેદવારોએ ચિંતા કરવાની જરૂર નથી, અગાઉ જે ફોર્મ ભરાઇ ગયા છે તે ઉમેદવારની અત્યારે ઉંમર વયમર્યાદા કરતાં વધી ગઇ હશે તો તે ઉમેદવારો પણ પરીક્ષા આપી શકશે.

(8:45 pm IST)