Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી : બોડકદેવની પ્રકાશ હાઈસ્કૂલ સહિત બીયુ પરમીશન અને ફાયર એનઓસી વિનાના 514 યુનિટ સીલ કરાયા

AMCએ એક જ દિવસમાં 314 દુકાન/ઓફીસ, 194 હોટેલ રૂમ, 4 રેસ્ટોરન્ટ, 1 વર્કશોપ અને 1 સ્કૂલ સીલ કરી દીધી

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ આખરે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ ટીડીઓ ખાતાને ફરજ પર લાગ્યું છે, અમદાવાદ મ્યુનિ.ના વિવિધ ઝોનના એસ્ટેટ ટીડીઓ ખાતા દ્વારા આજે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બીયુ પરમીશન અને ફાયર એનઓસી મુદ્દે 24 બિલ્ડીંગઓની સામે કાર્યવાહી કરાઈ હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો સપાટો બોલાવી એક જ દિવસમાં બોડકદેવની પ્રકાશ હાઈસ્કૂલ સહિત બીયુ પરમીશન અને ફાયર એનઓસી વિનાના 514 યુનિટ સીલ કરી દીધા હતા. AMCએ એક જ દિવસમાં 314 દુકાન/ઓફીસ, 194 હોટેલ રૂમ, 4 રેસ્ટોરન્ટ, 1 વર્કશોપ અને 1 સ્કૂલ સીલ કરી દીધી હતી.

આ જાણીતી બિલ્ડિંગના એકમો સીલ કર્યા

1. બ્રો કાફે, સિંધુભવન રોડ
2. કાકા ભાજીપાઉ, ગોતા
3. પ્રકાશ હાઈસ્કૂલ, બોડકદેવ
4. સાવન હોટેલ એન્ડ રેસિડેન્સી, સાણંદ ચોકડી
5. મોતી મહેલ, એસજી હાઇવે
6. મયુર પાર્ક હોટેલ, એસ.જી હાઇવે
7. હોટેલ રોયલ પ્લાઝા, એસ.જી હાઇવે
8. ભૂખ લગી હૈ, એસજી હાઇવે
9. શેફાલી કોમ્પ્લેક્સ, પાલડી
10. યુનિવર્સિટી પ્લાઝા, નવરંગપુરા
11. એવરેસ્ટ હોટેલ, આસ્ટોડીયા
12. શિવ ગંગા હોટેલ, ખાડિયા
13. હોટેલ રામનિવાસ, ખાડિયા
14. હોટેલ નીલકંઠ, જમાલપુર
15. હોટેલ આવકાર, જમાલપુર
16. રેમ્બો રેસ્ટોરન્ટ, બાપુનગર

(9:28 pm IST)