Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ડોક્ટર થયા શરાબી:વલસાડ સિવિલ હોસ્પિટલના ડોક્ટર, કર્મચારી દારૂ પીને કાર ચલાવતા પોલીસે ધરપકડ કરી

-શરાબના નશામાં જીભ લપસી અને થયો જેલ યોગ:વલસાડ સિટી પોલીસની ટીમે કાયદા નું ભાન કરાવ્યું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના અબ્રામા ધરમપુર રોડ ઉપર વલસાડ સિટી પોલીસની ટીમ રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે હોન્ડા સિટી કાર અને એક્સ યુ વી કારના ચાલક નો ચાલક દારૂ પીને કાર ચલાવતા હોય પોલીસે તેની ધરપકડ કરી હતી જેમાં ત્રણ સિવિલ હોસ્પિટલના કર્મચારી અને અન્ય બે વ્યક્તિ મળી ને ૫ ધરપકડ કરી છે .પ્રાપ્ત માહિતી મુજબ  વલસાડ સિટી પોલીસની ટીમે વલસાડ અબ્રામા રોડ ઉપર ઇન્ફિનિટી મોલ સામે રાત્રિ દરમિયાન થયેલા એક અકસ્માતની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.દરમિયાન નાઇટ કર્ફ્યુ છતાં પસાર થતા વાહનોના ચાલકોની પૂછપરછ કરાઇ હતી.તે સમયે  xuv કાર નંબર જીજે ૧૮ બીજી ૩૧૦૩ અને હોન્ડા સિટી કાર નંબર જીજે 15 સીજી ૯૦૮૧ ના  ના ચાલકો દારૂ પીને કાર પૂરઝડપે હકરતા હોય પોલીસે   કારને રોકીને બેઠેલા ડ્રાઇવર અને અન્ય ઇસમોને ઉતારી નામ ઠામ પૂછી નાઇટ કર્ફ્યુમાં બહાર નિકળવાનું કારણ પુછ્યું હતું..તોતડાતી જીભ જવાબ આપતા પોલીસે ઇસમો નશાની હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. જેમાંથી ત્રણ સિવિલ હોસ્પિટલના કર્મચારી હોવાનું જાણવા મળ્યું હતું
 જેમાં જેમીસભાઇ પટેલ, ઉ.33, રહે. સિવિલ હોસ્પિટલ કેમ્પસ, રૂમ નં.803, મૂળ રહે.બાલદા, પારડી, તેજશ ચુનીભાઇ પટેલ, ઉ.36,નોકરી, સિવિલ હો.કેમ્પસ,રૂમ નં.બી-112, ચિંતન ભાઇલાલ પટેલ.ઉ.34, ધંધો નોકરી સિવિલ હોસ્પિટલ કેમ્પસ, રૂમનં. બી-210 અને તેમની સાથેના ઇસમો હાર્દિક ઝવેરભાઇ પટેલ, ઉ.36, રહે. 702,પ્રમુખ સાંન્નિધ્ય, અબ્રામા, ગીરીશ દિપસિંગ ગોહિલ,ઉ.41,ધંધો નોકરી,રહે.ધોબીતળાવ,સીતારામ મંદિરની બાજૂમાં, પ્રજ્ઞેશ રમેશભાઇ પટેલ,ઉ.40, રહે.કાંજણરણછોડ, વલસાડ પોલીસે એમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી  પાંચની ધરપકડ કરી છે

(9:34 pm IST)