Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાત્રી કરફ્યુની ઐસી તૈસી કરીને અમદાવાદીઓ સ્વાદનો ચટાકો લેવા નીકળ્યા :જમવા માટે શહેરથી દૂર જતા પણ ખચકાતા નથી

હાઈવે પરની હોટલો શરુ હોવાના કારણે લોકો પોતાના પરિવાર સાથે મોજ માણવા નીકળે છે : મોટાભાગની હોટલો ફૂલ

અમદાવાદમાં રાત્રિ કરફ્યૂનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. એવામાં સ્વાસના રસીયા અમદાવાદીઓ પોતાના પોતાનો શોખ પૂરો કરવા માટે સહપરિવાર શહેરથી દૂર જવા માટે મજબૂર બન્યાં છે. રાત્રિ કફર્યુ સમયમાં શહેરની તમામ હોટલો અને રેસ્ટોરન્ટો બંધ હોવાના કારણે આ લોકો રાત્રિના કફર્યુના સમયમાં જમવા માટે બહાર નિકળે છે પરતું જે તે વિસ્તારની પોલીસ મુછ પ્રેક્ષક બની ગઈ છે.

રાજયમાં છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને અમદાવાદમાં પણ કેસો સતત ઓછા થઈ રહ્યા છે જેથી સરકાર દ્વારા કેટલીક રાહત આપવામાં આવી છે. પરતું અમદાવાદ શહેરમાં રાત્રિ કફર્યુની એસી કે તેસી કરતા લોકો હજી પણ નજરે જોવા મળી રહ્યા છે. શહેરમાં કફર્યુ દરમિયાન તમામ હોટલો બંધ રાખવામાં આવતી હોય છે જેથી સ્વાદનો ચટાકો લેવા માટે અમદાવાદીઓ શહેરથી દૂર ખેડા જમવા માટે પહોંચતા હોય છે. પરતું હવે સવાલ એ થાય છે કે, આ લોકો રાત્રિ કફર્યુમાં બહાર નિકળે છે પરતું પોલીસ દ્વારા આવા લોકો સામે કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી?

અમદાવાદ શહેરમાં રાત્રિ કફર્યુના કારણે શહેરીજનોના સ્વાદમાં પણ ફિકાસ જોવા મળી છે. પરતું સરકાર દ્વારા ઓનલાઈન ફુડ સેવાને પરવાનગી આપી છે પરતું તે સેવાનો લોકો લાભ લેવાનું ટાળી રહ્યા છે અને હજારોનું પેટ્રોલ બગાડી શહેરથી દૂર જમવા માટે પહોંચતા હોય છે. જો કે, શહેરમાં કફર્યુ છે પરતું હાઈવે પરની હોટલો શરુ હોવાના કારણે તે લોકો પોતાના પરિવાર સાથે મોજ માણવા માટે શહેરના રાત્રિ કફર્યુમાં નિકળી પડતા હોય છે. પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી

અમદાવાદમાં શનિ અને રવિવારના દિવસે લોકો પરિવાર સાથે રાત્રિ જમાવા માટેની પ્લાનિગ કરી કફર્યુમાં નિકળી પડે છે. જો કે, હાઈવેની તમામ હોટલો શનિ અને રવિવારના રોજ ફુલ હોય છે અને ત્રણથી ચાર કલાક વેઈટિંગમાં બેસવું પડે છે. આ તમામ હોટલોમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળતી હોય છે અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા પણ ઉડ્તા હોય છે.

 

અમદાવાદ શહેરમાં રાત્રિ કફર્યુ હોવાનું હાઈવેની તમામ હોટલ સંચાલકો ફાયદો ઉપાડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તમામ હોટલોમાં પહેલાથી જ લોકો એડવાન્સ બુકીંગ કરાવી દેતા હોય છે કારણે કે હાલ 3 થી 4 કલાકનું ખેડા હાઈવેની બધી હોટલોમાં વેઈટિંગ જોવા મળી રહ્યું છે

(9:51 pm IST)