Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

પીએમ મોદીના સુશાસનના 07 વર્ષ પૂર્ણ થતા નર્મદા જિલ્લામાં "સેવા હી સંગઠન" ના કાર્યક્રમો યોજાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશના વડાપ્રધાન મોદી ના સાશન ને 30 મેં ના રોજ 7 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ગુજરાત પ્રદેશ દ્વારા 5 જૂન સુધી સમગ્ર રાજ્ય માં વિવિધ કાર્યક્રમો યોજવા સૂચના આપવામાં આવી હતી જેમાં બ્લડ ડોનેશન કેમ્પ,માસ્ક વિતરણ,જરૂરિયાત ને ભોજન ,રાશન કીટ વિતરણ એવા અનેક કાર્યક્રમો નર્મદા જિલ્લા ભાજપ દ્વારા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યા હતા હજુ ઓન આગામી દિવસો માં ઘણા કાર્યક્રમો યોજાનાર છે નરેન્દ્ર મોદી એ આ 7 વર્ષ માં 125 જેટલી કલ્યાણકારી યોજનાઓ દેશના નાગરિકો માટે મૂકી છે.નરેન્દ્રભાઈ  મોદી વડાપ્રધાન બન્યા તેની સાથે જ પ્રથમ કાર્ય નર્મદા ડેમ ના દરવાજા મુકવા મંજૂરી આપી હતી જેથી ગુજરાત ના ખેડૂતો ને સિંચાઈ અને પીવાના પાણી ની તકલીફ ન પડે તે ઉદ્દેશ થી મંજૂરી આપી હતી વર્ષો થી રામ મંદિર નિર્માણ નો મુદ્દો હતો તેનું પણ નિરાકરણ મોદી સરકાર માં જ આવ્યું હવે તેનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે બીજી બાજુ કાશ્મીર માં 370 ની કલમ અને 35 આ a ના કાયદા ને નાબૂદ કર્યો તો મુસ્લિમ મહિલા ઓ માટે ટ્રિપલ તલાક નો કાયદો લાવ્યા દેશ માં જીએસટી નો કાયદો લાવ્યા સી એ એ નો કાયદો લાવ્યા આવા તો કેટલાય કર્યો કરીને નરેન્દ્ર મોદી આજે દેશ માં જ નહીં પણ. વિશ્વ માં ભારત ની ઓળખ ઉભી કરી રહ્યાં છે ત્યારે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા પણ આ સુશાસન ની ઉજવણી થી વંચિત શુ કામ રહે જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના શુસાસન ના 7 વર્ષ પૂર્ણ થયા ના " સેવા હી સંગઠન " સપ્તાહ અંતર્ગત અત્યારસુધી માં નર્મદા જિલ્લા ભાજપ દ્વારા 100 યુનિટી બ્લડ એકત્ર કરીને રાજપીપલા બ્લડ બેન્ક ને આપવામાં આવ્યું છે આજે રાજપીપલા બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નિલ રાવ,ગુજરાત પ્રદેશ આઈ ટી વિભાગ ના સાઉથ ઝોન ના સહ ઇન્ચાર્જ વિશાલ પાઠક,રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,રાજપીપલા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, મહામંત્રી અજિત પરીખ,રાજેન્દ્ર પટેલ,નિલાન્ત ભટ્ટ,કમલેશ પટેલ સહિત રાજપીપલા શહેરના કાર્યકરોએ હાજરી આપી હતી નિલ રાવ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રીએ આજે 15 મી વખત જ્યારે રાજેન્દ્ર પટેલ એ 5 મી વખત રક્તદાન કરી ને બ્લડ ડોનેશન કેમ્પ ની શરૂઆત કરાવી હતી.

(10:27 pm IST)