Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

હાઇકોર્ટમાં સવારના ૮-૩૦ કોર્ટ કાર્યવાહી શરૂ થશે કેસોનું ભારણ વધી જતાં વેકેશન બેંચે લીધેલ નિર્ણય

અમદાવાદ તા. ૩૧ :  હાઇકોર્ટની વેકેશન બેંચે નિર્ણય કર્યો છે કે, હવેથી સવારે ૮.૩૦ કલાકથી કેસોની સુનાવણી શરૂ કરાશે. હાઇકોર્ટમાં કેસોનું ભારણ વધી જતા આ નિર્ણય લેવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં કેસોનું ભારણ ખૂબ જ વધી ગયેલ છે. જુના કેસો, મેટરો તેમજ અપીલો પણ હજુ પેન્‍ડીંગ હોવાનું જાણવા મળે છે. ત્‍યારે હાઇકોર્ટ ઉપર વધતું જતું. ભારણ ઓછુ કરવા હાઇકોર્ટની વેકેશન બેંચે સવારના ૮-૩૦ થી કોર્ટ કાર્યવાહી ચાલુ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણયથી કેસોનું ભારણ હળવુ થશે તેવુ મનાય રહ્યું છે. હાઇકોર્ટમાં દર શનિ-રવિ રજા રહે છે. તેની વીકમાં પાંચ જ દિવસ કામગીરી રહેતી હોય તેમજ વેકેશન પ્રથાનો અમલ પણ ચાલુ હોય આ સંજોગોમાં હાઇકોર્ટની વેકેશન બેંચ દ્વારા લેવાયેલ નિર્ણયથી વકીલ આલમ અને પક્ષકારોમાં ખુશીની લાગણી ઉભી થઇ છે. અને ઉપરોકત નિર્ણયને વકીલો - લોકો આવકારી રહ્યા છે.

(4:26 pm IST)