Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

ફુડ પ્રોસેસીંગને મજબુત બનાવવા એસોચેમ ગુજરાત કાઉન્‍સિલ દ્વારા કોન્‍ફરન્‍સ

(કેતન ખત્રી) અમદાવાદઃ એસોચેમ ગુજરાત કાઉન્‍સિલ દ્વારા સૌરાષ્ટ્ર રિઝનમાં ફૂડ પ્રોસેસિંગને મજબૂત કરવા પર કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના ફૂડ પ્રોસેસિંગ આંત્રપ્રિનયોર્સ માટે પ્રોડક્‍શન વેલ્‍યુ એડિસન એક્‍સપોર્ટ તેમજ મેલેટ્‍સ બેઝ ફૂડ પ્રોડક્‍ટ્‍સના પ્રમોશનમાં તકો શોધવા પર ચર્ચા કરવામાં આવી હતી.

આ  કોન્‍ફરન્‍સનો ઉદ્દેશ ફાર્મર, અને ઉદ્યોગો માટે ફૂડ પ્રોસેસિંગની વિવિધ કેન્‍દ્રીય અને રાજય યોજનાઓ પર ચર્ચા કરવાનો તેમજ પ્રોત્‍સાહન આપવાનો હતો. આ ઉપરાંત અને નાબાર્ડ/ ફૂડ પ્રોસેસિંગ સેક્‍ટરમાં વ્‍યવસાયની સંભાવનાઓ/તકની શોધ માટે એક વિશેષ પ્‍લેટફોર્મ પૂરું પાડ્‍યું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા ઉપસ્‍થિત રહયા હતા.

(4:35 pm IST)