Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

જુનમાં નિવૃત્ત થનાર કર્મચારીઓની ઇજાફાની માંગણીબુલંદ : આવેદન અપાશે : જરૂર પડયે કાનૂની લડત

જુના સચિવાલયમાં બેઠક મળી : લડત માટે કેસરીસિંહ બિહોલાના વડપણમાં સમિતિ

ગાંધીનગર તા. ૩૧ : ધી ગુજરાત સચિવાલય સ્‍ટાફ એશોશિએશનના પુર્વ પ્રમુખ કેશરીસિહ બિહોલાના અધ્‍યક્ષ સ્‍થાને નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓની વિશાળ સંખ્‍યામાં સચિવાલય સહકારી ઉપાગૃહ જુના સચિવાલય ખાતે બેઠક મળેલ. જેમાં ઇજાફા પ્રશ્ને અવાજ ઉઠાવવા નિર્ણય થયો હતો.

જુન મહિનામાં નિવૃત્ત થનાર કર્મચારીઓ અધિકારીઓના ઈજાફાના પેન્‍શનમાં ગણતરી કરી લાભ આપવા માટે સરકારમાં રજુઆત કરવા જાહેર મીટીંગ યોજવામાં આવી નિવૃત્ત કર્મચારીઓના તા. ૩૦મી જુનના રોજ તા ૧-૧-૨૦૦૬ પછી નિવૃત્ત થયેલ ને ઈજાફાનો લાભ આપવાના ભારત સરકારના ધોરણે તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના  હુકમ અનવયે રાજયના ૨૦૦૬ થી જૂન ૨૦૨૩ સુધીના રાજયના જુદી કચેરીના એક લાખ કરતાં વધારે લાભાર્થી રાજય સરકારમાં અવારનવાર વ્‍યક્‍તિગત અને સામુહિક રજુઆતો કરવા છતાં રાજય સરકાર દ્વારા આ બાબતે પરિપત્ર કરવામાં આવતો નથી આથી અગાઉ ઘણા જુન મહિનામાં નિવૃત્ત થનાર કર્મચારીઓ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી ન્‍યાય મેળવેલ છે અને તેઓને લાભ મળે છે.

હજારો કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓ જુન મહિનામાં નિવૃત્ત થનારની સંખ્‍યા છે જે બધા પોતાના ઈજાફાના લાભ માટે સમગ્ર બાબતોને વિચારણા કરવા  ઉપસ્‍થિત સૌ નિવૃત્ત કર્મચારીઓ એ અપીલ કરી આહવાન કરવામાં આવ્‍યું અને મુખ્‍યમંત્રી અને નાણાંમંત્રીને એક આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્‍યું અને જરૂર પડે ન્‍યાયી લડત અને હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવશે. જેનો સૌ ઉપસ્‍થિત નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓ એ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી જાહેર ઠરાવ કરી આગળ સમગ્ર કાર્યવાહી કરવા માટે ૧૧ સભ્‍યોની કમિટી બનાવવા કેશરીસિહ બિહોલા નંદુભાઈ પટેલને સર્વાનુમતે નિમવામાં આવ્‍યા હતા તેમ જણાવાયું છે.

બેઠકમાં કેશરીસિંહ બિહોલા નંદુભાઈ પટેલ, ગોવિંદભાઈ આહિર, પી.જે. પરમાર, અજીતદાન ગઢવી, ઘનશ્‍યામસિંહ ગોલ, રાજેશભાઈ રાવલ, જયેન્‍દ્રભાઈ ઠક્કર, સચિવાલયના પૂર્વ ઉચ્‍ચ અધિકારી અને વિદ્વાન વકીલ આર જી જોષી, બી જે બ્રહ્મભટ્ટ, મહેશભાઈ જાની, પોપટલાલ પ્રજાપતિ, જયંતીભાઈ સાધુ વગેરે ખુબ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(5:25 pm IST)