Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ડેડીયાપાડામાં તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કોરોના વોરિયસનું સન્માન કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડિયાપાડા ખાતે તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા કોરોના વોરિયર્સ ના સન્માન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોરોના મહામારી દરમિયાન ડોક્ટર, નર્સ,તાલુકા મથકે કીટ વિતરણ, ટિફિન સેવા, ઓક્સિજન બોટલની મદદ જે કાયકર્તાઓએ પોતાની જીવની પરવા કર્યા વિના રાત- દિવસ કરી હતી તેમને સન્માનપત્ર આપી  સન્માનિત કરવામાં આવ્યા,આ કાર્યક્રમમાં  ડેડીયાપાડા જિલ્લા પંચાયત સદસ્ય હિતેષભાઇ વસાવા ભાજપ નર્મદા જીલ્લા ઉપપ્રમુખ શંકરભાઈ વસાવા, રણજીતભાઈ ટેલર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન,તાલુકા સંગઠન પ્રમુખ ઇશ્વરભાઈ, તાલુકા સંગઠન મહામંત્રી ધર્મેશભાઈ, મનસુખભાઈ, સિંચાઇ સમિતિ ના અધ્યક્ષ સોમાભાઈ, નર્મદા જીલ્લા sc મોરચા મહા મંત્રી પરમાર હાજર રહ્યા હતા

(11:55 pm IST)