Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

૧૫ વર્ષથી વધુ જુના વાહનો ભંગારમાં જશે : નવી નીતિ માટે ૧૩મીએ બેઠક

સરકાર નવી સ્ક્રેપ પોલીસી તૈયાર કરી રહી છે : સમજ આપવા અને મંતવ્યો જાણવા વેપારી સંગઠનોને તેડુ : નીતિન ગડકરી બેઠકમાં હાજર રહે તેવી સંભાવના

ગાંધીનગર,તા. ૩૧ : દેશમાં ૧૫ વર્ષ કે તેથી વધુ જુના થઇ ગયા હોય તેવા વાહનોને ભંગાર ગણી ઉપયોગ પર પ્રતિબંધ મુકવા સરકાર આગળ વધી રહી છે. હાલ નવી સ્ક્રેપ પોલીસી તૈયાર થઇ રહી છે. તેથી સમજ આપવા અને સંબંધિત વેપારી સંગઠનોના મંતવ્યો જાણવા તા. ૧૩ ઓગષ્ટે ગાંધીનગરમાં કેન્દ્ર -રાજ્ય સરકારે સંયુકત રીતે બેઠકનું આયોજન કર્યાનું જાણવા મળે છે. અહીંની આ બેઠકમાં કેન્દ્રીય ભૂમિ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી હાજરી આપે તેવી શકયતા છે.

સરકારી સૂત્રોમા જણાવ્યા મુજબ વાહન બન્યા પછી ૧૫ વર્ષે અથવા નિશ્ચિત કિલોમીટર ચાલી ગયા પછી વાહનો ચલાવવા જોખમી હોય છે. સરકાર આવા તમમ પ્રકારના વાહનોને વપરાશમાંથી દૂર કરવા નવી નીતિ તૈયાર કરી રહી છે.

વધુમાં વધુ કેટલા વર્ષના વપરાશની સમય મર્યાદા રાખવી, ભંગારમાં જતા વાહનોનું શું કરવું ? વાહન માલિકને શું વળતર આપવું ? વાહન જમા કરાવવા કેટલી મુદત આપવી ? વગેરે બાબતો વિચારાધની છે. ભંગારમાં આવેલા વાહનના ઉપયોગનો મુદ્દો પણ વિચારણામાં છે. દેશભરમાંથી આપેલા સૂચનો ધ્યાને રાખીને સરકાર વાહન સંબંધી નવી જાતિ ઘડવા માંગે છે. ગુજરાતમાં તેના અમલ અંગે તા. ૧૩મીએ પ્રગતિ થવાની સંભાવના છે.

(11:49 am IST)