Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સુરતમાં ૧૫ દિવસમાં ચોથી વાર ખાડીપૂર :લોકો પરેશાન

ભારે વરસાદથી ખાડીઓએ ભયજનક સપાટી વટાવી :સુરતમાં સાંબેલાધાર વરસાદના કારણે ખાડીઓના પાણી વસાહતોમાં ઘૂસી ગયા : તંત્ર ફરીથી એલર્ટ મોડમાં આવ્યું

સુરત, તા. ૩૦ : સુરતમાં શહેર અને જિલ્લામાં ખાબકેલા અનરાધાર વરસાદના કારણે ખાડીઓ ફરી ઑવરફ્લો થતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુરતની ખાડીઓના કારણે ફરી એક વાર ખાડી પૂરનું જોખમ સર્જાયું છે. સુરતમાં આજે તમામ ખાડીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. તેવામાં ૧૪મી ઑગસ્ટ બાદ આ ૧૫ દિવસનું ચોથું ખાડી પૂર છે.

ખાડી પૂરના પગલે તંત્ર ફરી એલર્ટ મોડ પર આવી ગયું છે. લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપવામાં આવી છે. જોકે, એક સાથે પાણી ફરી વળે તો ઘરવખરી પલળી જવાના ભયમાં લોકો અસમંજસમાં મૂકાઈ જતા હોય છે.

હાલમાં સુરતની પાંડેસરાની ભેદવાડ ખાડીની ભયજનક સપાટી ૬.૭૫ મીટર છે જે વટાવી હાલ ૭.૦૦ મીટર પર પહોંચી ગઈ છે. જ્યારે ઉધના ની કાંકરા ખાડીની ભયજનક સપાટી ૬.૫૦ મીટર છે જે હાલ ૫.૬૦ મીટર પહોંચી છે.

ભાથેનાં ખાડીની ભયજનક સપાટી ૭.૭૦ મીટર છે જે  વટાવી  છે જે હાલ ૫.૫૦ મીટર પર પહોંચી છે.  દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ પછી ફરી મેઘરાજાઍ તેના ત્રીજા રાઉન્ડની શરુઆત કરી છે.અને શનિવારે સવારથી શરુ થયેલો ધોધમાર વરસાદ આજે સવારે પણ યથાવત રહ્ના છે.શ્વ જેમાં સુરત જિલ્લામાં  કામરેજમા ૧૨૭ મી.મી, પલસાણામાં ૧૨૩, બારડોલીમાં ૧૧૫, ચોર્યાસીમાં ૯૪, મહુવામા ૧૧૬, ઉમરપાડામાં ૭૪, સીટીમાં ૫૪ મી.મી પડ્યો છે.

જિલ્લાના  નવસારીમાં ૧૨૦ જલાલપોરમાં ૧૧૦૦, ગણદેવીમાં ૧૨૩, ચીખથલીમા ૧૨૯, ખેરગામમાં ૭૩ મી.મી પડ્યો છે. વલસાડ જિલ્લામાં ઘરમપુરમાં ૯૪, કપરાડામાં ૮૨, અને વલસાડમાં ૮૩ મી.મી , તાપી જિલ્લામાં ડોલવણમાં ૧૦૪, વાલોડમાં ૧૦૩ જયારે બાકીના તાલુકાઓમાં બેથી ત્રણ ઈઁચ વરસાદ પડ્યો છે.

(9:49 pm IST)