Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વિરમગામ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની‌ ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ:ઈમામ હુસૈનની શહાદત અને કરબલાની યાદ માં સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારી સંદર્ભે સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ  વિરમગામ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરીને મોહરમ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી અને મોહરમ માસના પ્રથમ ચાંદ થી ૯ માં ચાંદ સુધી ઇમામ હુસૈન તેમજ કરબલા ની શહાદતની યાદ માં  મસ્જિદ માં સામાજિક અંતર રાખી બયાન પણ રાખવામાં આવેલ. ચાંદ- ૯ ની રાત્રે તેમજ મોહરમ ના દિવસે વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં જેવા કે કસ્બે કાસમપુરા તાજીયા , રૈયાપુર તાજીયા , તાઈવાડા તાજીયા , કટારવાડા તાજીયા , નુરી સોસાયટી જેવા વિસ્તારોમાં તાજીયા નુ જુલુસ મોકુફ રાખી માતમ જ રાખી ને  મોહરમ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ જુમ્મા મસ્જિદ ચોક યંગ કમિટી દ્વારા જુમ્મા મસ્જિદ ચોક ખાતે પાર્સલ પેકિંગ માં નિયાઝ તકસીમ કરવામાં આવી હતી. મુસ્લિમ અગ્રણી મુસ્તાકભાઈ એ જણાવેલ કે આ વર્ષે કોરોના મહામારી ને ધ્યાન માં રાખી તાજીયા જુલુસ મોકુફ રાખેલ છે  અને ૨૦૦ થી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(10:22 pm IST)