Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

BAPS સ્વામિનારાયણ સંસ્થાના ધર્મગુરુ પૂ,મહંત સ્વામીએ પ્રકુતિ વંદનાનું કર્યું આહવાન

દેશ વિદેશથી લાખો હરિભક્તો પ્રકૃતિ વંદનામાં જોડાયા

અમદાવાદ : BAPS સ્વામિનારાયણ સંસ્થાના ધર્મગુરુ મહંત સ્વામીએ પ્રકૃતિ વંદનાના વૈશ્વિક કાર્યક્રમમાં જોડાવવા આહવાન કરતા  આજે સવારે 11 વાગ્યે લાખ્ખો હરિભક્તોએ દેશ વિદેશમાં પ્રકૃતિ વંદનાના કાર્યક્રમમાં જોડાયા હતા.

મહંત સ્વામી મહારાજે નેનપુર ખાતે વૈદિક શાંતિપાઠ સાથે વક્ષપૂજન અને તુલસીપૂજન કરીને આરતી ઉતારી હતી.કોરોના મહામારીના સમયમાં જરૂરી નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરીને સૌએ વૈદિક શાંતિપાઠ સાથે વક્ષ પૂજન અથવા તુલસી પૂજન કરીને આરતી ઉતારી હતી.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે કરેલા વિરાટ વૃક્ષારોપણના સેવા કાર્યની સ્મુતિ સાથેમહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે,પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા હતા કે તમે પ્રકુતિનું જતન કરશો તો પ્રકુતિ તમારું જતન કરશે.

તેમણે લાખ્ખોની સંખ્યામાં વક્ષારોપણ કરાવીને આપણ સૌને વૃક્ષોનું પ્રકૃતિનું પર્યાવરણનું જતન કરવાનો આદેશ અને સંદેશ આપ્યો છે.તો આપણે સૌએ આજે પ્રતિજ્ઞાબદ્ધ થઇએ અને પ્રકૃતિનું, પર્યાવરણનું જતન અને સંવર્ધન કરીને માનવજાતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ.

મહંત સ્વામી મહારાજના આદેશ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં 1100થી વધુ સંતોએ પણ વૈદિક પરંપરા મુજબ વૃક્ષ પુજન કર્યું હતું.

તેમાં સંસ્થાના વરિષ્ઠ સદ્દગૂરુવર્ય સંતોએ ઐતિહાસિક અને પ્રાસાદિક વૃક્ષનું પૂજન કર્યું હતું.

ડોકટર સ્વામીએ સારંગપુર ખાતે ભગવાન સ્વામિનારાયણના મહાપ્રસાદિક શમીવક્ષનું પૂજન કર્યું હતું.જયારે ત્યાગવલ્લભદાસ સ્વામીએ અમદાવાદ ખાતે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્રારા રોપાયેલા નીંબતરુના પ્રાસાદિક પૈરાણિક સમયના વટવૃક્ષનું પૂજન કર્યું હતું.

આ ઉપરાંત દિલ્હીમાં અક્ષરધામ ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાસાદિક જાંબુવક્ષનું પૂજન ધર્મવત્સલ સ્વામી અને સંતોએ કર્યું હતું.

લંડન, ન્યૂયોર્ક, શિકાગો, એટલાન્ટા, લોસ એન્જેલસ, ટોરંટો, નૈરોબી, સીડની, મેલબોર્ન, દુબઇ, બાહરીન વગેરે વિશ્વના અનેક મહાનગરો સહિત ભારતના અનેક મહાનગરો અને આદિવાસીઓના ગામડાંઓ સુધી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના લાખો ભક્તો અને સંતોએ પ્રકૃતિ વંદના કરીને ભારતની આ મહાન પરંપરાના જતનની પ્રેરણાને હ્દયમાં દ્દઢ કરી હતી.

 

(10:58 pm IST)