Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ભારે વરસાદના કારણે લીલા શાકભાજીના ભાવો ઘટતા જ નથી ! વધુ ર૦ થી ૩૦ ટકાનો ઉછાળો

નબળી કવોલીટીના શાકભાજી છતા ભાવો ઉંચા ! લોકલ અને પરપ્રાંતમાંથી આવકો ઘટતા ભાવોમાં સતત વધારોઃ વરસાદ ન આવે તો સપ્તાહ પછી ભાવો ઘટશેઃ હોલસેલમાં ગુવાર ૧ કિલોના ૮૦ થી ૧૦૦, રીંગણા પ૦ થી ૭૦, મરચા ૧૦૦ થી ૧ર૦, અને ટમેટાના ભાવ ૪૦ થી પ૦ રૂ. છૂટક બજારમાં પહોંચતા કિલોએ ભાવ ર૦ થી ૩૦ રૂ. વધી જાય છેઃ ગરીબ વર્ગને ફરજીયાત 'કઠોળ'નું શાક ખાવુ પડે તેવી સ્થિતિ !

રાજકોટ તા. ૩૧ : ગુજરાત-સૌરાષ્ટ્રમાં છેલ્લા બે 'દેથી ભારે વરસાદના કારણે લીલા શાકભાજીની આવકો ઘટી જતા શાકભાજીના ભાવમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિ'માં શાકભાજીના ભાવમાં વધુ ર૦ થી ૩૦ ટકાનો ઉછાળો થતા ગૃહિણીઓનું બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયું છ.ે

ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે શાકભાજીની આવકો સતત ઘટી રહી છે સતત વરસાદના કારણે ખેડુતો ખેતરમાં જઇ શકતા ન હોય શાકભાજીની આવકોમાં નોંધપાત્ર ગાબડુ પડયું છે. જે શાકભાજીની આવકો થાય છે. તે પણ નબળી ગુણવતાના હોય છે. અને તેના ભાવો પણ ઉંચા છે લોકલની સાથે પરપ્રાંતમાંથી પણ લીલા શાકભાજીની આવકો ઘટતા ભાવો ભડકે બળી રહ્યા છ.ે

રાજકોટ શાકભાજી વિભાગ યાર્ડના ઇન્સપેકટર ચાવડાના જણાવ્યા મુજબ રાજકોટ યાર્ડમાં ભારે વરસાદના કારણે લીલા શાકભાજીની ૩૦ થી ૪૦ ટકા તે લીલા શાકભાજીની ગુણવતા પણ નબળી હોય છે સાંજ સુધીમાં આ શાકભાજી ન વેચાય તો ફેરી દેવા પડે છે. અને આ નબળી ગુણવતાના લીલા શાકભાજીના ભાવો પણ ઉંચા ભાવે વેચાઇ રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં આજે હોલસેલના ગુવાર ૧ કિલો ૮૦ થી ૧૦૦ રૂ., રીંગણા પ૦ થી ૭૦, ટમેટા ૪૦ થી પ૦, દુધી ૩૦ થી ૪૦, એમ.પી.ની મરચી પ૦ થી ૬૦, લોકલ મરચા ૧૦૦ થી ૧ર૦, કારેલા ૩૦ થી ૪૦, ભીડો રપથી ૩પ, ઘીસોડા ૪૦ થી ૬૦, કોબીજ ૧પ થી રપ અને ફલાવર એક ભારી ૪૦૦ થી પ૦૦ રૂ.માં વેચાઇ હતી. આ લીલા શાકભાજી છૂટક બજાર પહોંચતા ૧ કિલોએ ર૦ થી ૩૦ રૂ.  વધી જાય છ.ે

સતત વરસાદના કારણે લીલા શાકભાજીના ભાવો ઘટતા જ નથી. છેલ્લા બે દિ'થી ભારે વરસાદના કારણે લીલા શાકભાજીના ભાવમાં વધુ ર૦ થી૩૦ ટકાનો ભાવ વધારો થયો છે. શાકભાજીના ભાવો સતત વધ્યે જતા ખાસ કરીને ગરીબ વર્ગને ફરજીયાત કઠોળનું શાક ખાવુ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે શાકભાજીના સતત વધતા જતા ભાવોના કારણે બજેટ અસ્ત-વ્યસ્ત થઇ જતા ગૃહણીઓમાં દેકારો બોલી ગયો છે.

વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ હજુ એક સપ્તાહ સુધી શાકભાજીના ભાવોની સ્થિતી આજ રહેશે એક સપ્તાહ સુધી વરસાદ ન આવેતો શાકભાજીના ભાવો આપોઆપ ઘટી જશે.

(1:01 pm IST)