Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજપીપળાના ગોરા ગામ પાસે નર્મદા નદીનું પાણી રોડ પર પહોંચ્યું : લોકોમાં ફફડાટ ફેલાયો

રાજપીપળા કેવડીયાનો સંપર્ક કપાયો : અવર જવર બંધ

 અમદાવાદઃ રાજયમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે મધ્ય પ્રેદશના ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જોકે વધુ પ્રમાણમાં પાણી છોડાતાં નદીનું પાણી ગોરા ગામ પાસે નર્મદાના પાણી રોડ પર ફરી વળ્યાં હતાં જેને કારણે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.  હાલ નર્મદા નદીનાં પુરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ગોરા ગામ પાસે નર્મદાના પાણી રોડ પર ફરી વળ્યાં હતાં જેને કારણે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. રાજપીપળા કેવડીયાનો સંપર્ક કપાઈ ગયો હતો.   ગઈકાલે રાતેર ગરૂડેશ્વરનો પુલના પાયામાં ધોવાણ થતાં પુલ બંધ કરાતાં ગોરા તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. હવે આ રસ્તા પર પાણી ફરી વળતાં મોટી મુસીબત સર્જાઈ છે. હાલ વર-જવર બંધ થઈ ગઈ છે .   હવે છોટાઉદેપુરથી રાજપીપળા તરફ અને કેવડીયાથી રાજપીપળા તરફ આવવા માટે વાયા ડભોઈ થઈને ૬૦ કિલોમીટરનો વધારાનો ફેરો ફરીને આવી શકાય છે. ત્યારે પુરના પાણીમાં એક ટ્રક ફસાઈ હતી જેને બહાર કાઢવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

(2:47 pm IST)