Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

અમદાવાદના ઓઢવ સહીત હાથીજણમાં વાહનની ટક્કરથી ત્રણ યુવાનના મૃત્યુ સહીત બે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદ: શહેરમાં પોલીસના સ્પીડ લિમિટના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે, ઓઢવ અને હાથીજણમાં વાહનની ટક્કરથી ત્રણ યુવકના મોત અને બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં ઓઢવ છોટાલાલની ચાલી પાસે બાઇકની ટક્કરથી બે  પુત્રોની નજર સામે પિતાનું મોત નીપજ્યું હતું. જયારે હાથીજણમાં બસની ટક્કરથી રિક્ષા ચાલકનું મોત થયું  છે.

ઓઢવ ગામમાં ભરવાડ વાસમાં રહેતા મીનાબહેન નરેશભાઇ પરમારે ટ્રાફિક આઇ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી છે કે તેમના પતિ ગઇકાલે બે પુત્રોને લઇને લાંભા ખાતે ગયા હતા અને રિક્ષામાં બેસીને આવીને ઓઢવ છોટાલાલની ચાલી પાસે ઉતર્યા હતા તા.28ના રોજ સાંજે સાત વાગે  રોડ ક્રોસ કરતી વખતે પૂર ઝડપે  સોનીની ચાલી તરફથી આવી રહેલા બાઇક ચાલકે ટક્કર મારતાં તેમને તથા બાઇક ચાલક બન્ને  ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યાં સિવિલમાં સારવાર દરમિયાન ફરિયાદીના પતિનું મોત થયું હતું. 

(5:34 pm IST)