Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કલોલના સઇજ હાઇવે નજીક પોલીસે બાતમીના આધારે 71 હજારથી વધુના દારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડયો

કલોલ: શહેરના સઇજ હાઇવે પાસેથી પલસાણાના કટ ઉપર કલોલ તાલુકા પોલીસે બાતમીને આધારે ૭૧ હજાર ઉપરાંતના વિદેશીદારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી લઇ ૨.૭૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે કલોલ શહેર પોલીસે પણ હાઇવે રોડ પરથી રીક્ષાચાલકને વિદેશીદારૂની નવ બોટલ સાથે ઝડપી લઇ ૬૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી કરી હતી. તેમજ મોટી ભોયણ રોડ પર સાંતેજ પોલીસે વોચ ગોઠવી દેશીદારૂનો જથ્થો લઇને જતા એક્ટીવા ચાલકને ૩૫ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

સઇજમાં આવેલા પલસાણા તરફ જતા ગુરુકુળ કટ પાસેથી વિદેશીદારૂ ભરેલી સ્વીફ્ટ કાર નં.જી.જે.૦૧.આર.જી.૮૬૫૧ પસાર થવાની બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસના પીએસઆઇ એમ.એચ.દેસાઇ અને પીએસઆઇ વાય.ડી.ગામીત તથા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ, પ્રકાશભાઇ, મહેન્દ્રભાઇ તેમજ કોન્સ્ટેબલ નાગજીભાઇ, વિજયસિંહ, દિગ્વિજયસિંહ અને વિજયભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી હતી અને કારની તલાશી લેતા તેમાંથી વિદેશીદારૂની ૧૬૮ નંગ નાની મોટી બોટલ તેમજ ૩૩૬ નંગ બિયર ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે કાર ચાલક લોકેશ માનાજી ડાંગી રહે.ડાંગીવાડા ઉદયપુરની ધરપકડ કરી હતી. આ વિદેશીદારૂનો જથ્થો તેને રાજસ્થાનના ભવરસિંહ નામના વ્યક્તિએ આપ્યો હતો અને તે આ જથ્થો અમદાવાદ ખાતે પહોંચાડવા જતો હોવાની કબૂલાત કરી હતી. આ કેસમાં પોલીસે ભવરસિંહને વોન્ટેડ બતાવી રૂપિયા ૭૧,૫૨૦નો વિદેશીદારૂ તથા એક મોબાઇલ અને કાર મળી કુલ રૂપિયા ૨,૭૬,૫૨૦ નો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી કરી હતી. ત્યારે કલોલ શહેર પોલીસે પણ બાતમીને આધારે જનપથ હાઇવે રોડ પર વોચ ગોઠવી રીક્ષા નં.જી.જે.૧૮.એ.વાય.૮૭૭૮ ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી વિદેશીદારૂની નવ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે રીક્ષા ચાલક તૌફીક હુસેન નુર મહમદ શેખ રહે. અહેમદી પાર્કની ધરપકડ કરી વિદેશીદારૂ અને રીક્ષા મળી કુલ રૂપિયા ૬૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી કરી હતી. તેમજ મોટી ભોયણ રોડ પરથી પણ એક એકટીવા ચાલક દેશીદારૂનો જથ્થો લઇ અમદાવાદ તરપ જતો હોવાની બાતમીને આધારે સાંતેજ પોલીસે વોચ ગોઠવી એક્ટીવા ચાલક ચેતન જી. ચંદુજી ઠાકોર રહે.નવા વાડજને પકડી પાડયો હતો. 

(5:38 pm IST)
  • ચીનની સરહદ પરથી લશ્કર પાછું ખેંચવા ચીને ભારતને જણાવ્યું : ચીન-ભારતની સરહદ ઉપરથી ભારતીય દળોને પાછા ખેંચી લેવાની ચીને માગણી કર્યાનું ચાઈનીઝ લશ્કરે કહ્યું છે. આમ ભારતને ચીનની સરહદ પર ગેરકાયદે કબજો છોડી દેવા ચીને ભારતને કહયાનું કન્ફર્મ થઈ ગયું છે. ન્યૂફર્સ્ટ access_time 8:42 pm IST

  • દેશમાં કોરોના વધતો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં વધુ 79,457 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 36,19,169 થયો : 7,81,030 એક્ટિવ કેસ : વધુ 60,408 દર્દીઓ સાજા થતા કુલ 27,72,928 દર્દીઓ રિકવર થયા : વધુ 960 લોકોના મોત સાથે મૃત્યુઆંક 64,617 થયો access_time 8:28 am IST

  • નોટબંધી ,જીએસટી ,અને લોકડાઉન ,અંગેના ખોટા નિર્ણયોનો દોષનો ટોપલો ઈશ્વર ઉપર : છેલ્લા 4 મહિનામાં 2 કરોડ લોકોની નોકરી ગઈ : મોદી સરકાર ઉપર રાહુલ ગાંધીના પ્રહારો access_time 12:19 pm IST