Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ગાંધીનગર જિલ્લા પોલીસે બાતમીના આધારે દેશી વિદેશી દારૂની હેરાફેરી કરનાર કારનો ફિલ્મી ઢબે પીછો કરી 3.80 લાખનો જથ્થો જપ્ત કર્યો:બુટલેગર રફુચક્કર

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે દહેગામ પોલીસે બાતમીના આધારે બાયડ તરફથી આવતી કારનો ફીલ્મી ઢબે પીછો કરીને રક્ષાશક્તિ પાસેથી ઝડપી લીધી હતી. જોકે નાળીયામાં કાર મુકી બુટલેગર ભાગી જવામાં સફળ રહયો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની રપર બોટલ મળી આવી હતી. દારૂ અને કાર મળી ૩.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.       

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડાતો હોય છે ત્યારે હિંમતનગર ચિલોડા હાઈવે ઉપર પોલીસના સતત વાહન ચેકીંગના કારણે બુટલેગરો દારૂની હેરફેર માટે અંતરીયાળ માર્ગોનો ઉપયોગ કરી રહયા છે ત્યારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જીજે-૦૧-એચએસ-૪૮૨૮ નંબરની બાયડ તરફથી આવી રહેલી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જે બાતમીના પગલે પોલીસે વોચ ગોઠવી કારને ઉભી રાખવા ઈશારો કરતાં કારના ચાલકે ગાડી ઉભી રાખી પાછી દોડાવી દીધી હતી. જેથી પોલીસે ફીલ્મી ઢબે તેનો પીછો કરીને લવાડ રક્ષાશક્તિ પાસેથી નાળીયામાં કાર પકડી લીધી હતી. જો કે બુટલેગર અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છુટયો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની રપર બોટલ મળી આવી હતી. કાર અને દારૂ મળી ૩.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે કારના નંબરના આધારે બુટલેગરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 

(5:39 pm IST)