Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

મહેસાણામાં ઠગાઇનો વધુ એક કિસ્સો સામે આવ્યો:ભીડ જિલ્લાના બે શખ્સોએ યુવકના ખાતામાંથી રાતોરાત 7.85 લાખ ઉપાડી લેતા છેતરપિંડીનો ગુનો દાખલ

મહેસાણા : મહેસાણા એસઓજીના પીઆઇ બી.એમ.પટેલએ જણાવ્યું કે નંદાસણના શખસ અને અમદાવાદ આશ્રમરોડ પર આવેલ બેંક ઓફ બરોડાના ખાતેદાર અમીતાવા મીતરાના ખાતામાંથી રૃ.૭.૮૫ લાખ એનઇએફટીથી ઓનલાઇન આઇસી આઇસીઆઇ બેંકના ખાતામાંં ટ્રાન્સફર કરી ઠગાઇ કરી હતી જેમાં મધ્ય પ્રદેશના ભીડ જિલ્લાના બે લબર મુછીયા યુવાનોએ કોઇ રાહુલ નામના ભેજાબાજના કહેવાથી મોબાઇલ નંબર થઇ સમગ્ર કૌભાડ આચર્યું હતું. જેમાં નંંદાસણ શખસના મોબાઇલ નંબર બંધ કરવાના છે તેમ મોબાઇલ કંપનીમાં ફોન કરી ગમે તે કેમ નંબર મેળવી લીધો હતો. બાદમાં ૭.૮૫ લાખ ટ્રાન્સફર કરી હતી. કેસમાં પોલીસ અધિક્ષક મહેસાણાની સુચનાથી એસઓજી સહિતની ટીમ તપાસમાં જોતરાઇ હતી. જેમાં આટીમ મધ્યપ્રદેશના  બે શકમંદ માણસોના એકાઉન્ટ સ્ટેટમેન્ટ મેળવી ટેકનીકલ સર્વેલન્સ તેમજ સાયબર સેલથી લોકેશન મેળવેલ જે આધારે બંન્નેને મધ્ય પ્રદેશથી ઝડપી પાડી સઘન પુછપરછ કરતાં આરોપીઓએ  અમદાવાદની બરોડા બેંકના ખાતેદાર અમીતાવા મિતરાનો બેંકમાં રજીસ્ટર કરાવેલ મોબાઇલ નંબરમોબાઇલ કંપનીમાંથી ફોડ કરી બીજો નંબર મેળવી તે મોબાઇલ નંબર ઉપર ઓટીપી મેળવી ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરી એટીએમથી નાણાં ઉપાડીલીધાની કબુલાત કરી હતી. આમ આંતરાજ્ય ગેગના બે આરોપીઓ ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી નાણાં રીકવર થયા નથી તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

(5:40 pm IST)