Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

નડિયાદ:માતર તાલુકાના સોખડામાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: નવ ઈસમો જુગાર રમતા ઝડપાયા

નડિયાદ:તેમજ માતર તાલુકાના સોખડામાં ચાલતા જુગારધામ પર ગતરાત્રીના સમયે સ્થાનિક પોલીસની ટીમે દરોડા પાડીને કુલ નવ ઈસમોને પત્તાપાનાનો જુગાર રમતાં ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં પુનમ બેકરી નજીક આવેલ શીશમહેલ ગલીમાં નડિયાદ ટાઉન પોલીસની ટીમે ગત રાત્રીના પોણા એક વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં કેટલાક ઈસમો પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ બન્યાં હતાં. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં ખુશાલદાસ જયરામદાસ વાસવાની, ગોપાલભાઈ ચેતનભાઈ ગુમનાણી અને રવિ કિશનભાઈ ચૌહાણને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. તેમની અંગજડતીમાંથી રૂ.૧૫,૪૦૦ તેમજ દાવ પરથી રૂ.૪૭૫૦ મળી કુલ રૂ.૨૦,૧૫૦ની રોકડ મળી આવતાં તે જપ્ત કરી હતી.

(5:41 pm IST)