Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

આણંદ શહેર પોલીસે સામરખા ચોકડીએ વોચ ગોઠવી સુખડના ઝાડ કાપી લાકડાની ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડયો

આણંદ:શહેર પોલીસે સામરખા ચોકડીએ વોચ ગોઠવીને સુખડના ઝાડને કાપીને લાકડાની ચોરી કરનાર ત્રિપુટીને ઈકો કાર અને ચોરેલા લાકડા સાથે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન બીજી કેટલીક ચોરીઓ પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

મળતી વિગતો અનુસાર શહેર પોલીસને માહિતી મળી હતી કે, કેટલાક શખ્સો ઈકો કારમાં સુખડના લાકડા વેચવા માટે સામરખા ચોકડીએ ફરી રહ્યા છે જેના આધારે ડી સ્ટાફની ટીમ તુરંત જ સામરખા ચોકડીએ પહોંચી ગઈ હતી અને એક શંકાસ્પદ ઈકો કારને રોકીને તલાશી લેતાં તેમાંથી સુખડના ઝાડના લાકડા તેમજ ઝાડ કાપવાના ઓજારો પણ મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ કરતાં કારમાં સવાર ત્રણ શખ્સો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી તેમને પોલીસ મથકે લાવીને નામઠામ પુછતાં ગણપતભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર, પરેશભાઈ ચીમનભાઈ ઠાકોર, ભોગીલાલ ઈશ્વરભાઈ ઠાકોર અને અશોકભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર (રે. તમામ ખાનપુર, તા. ઉમરેઠ)ના રહેવાસી હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે કડકાઈથી પુછપરછ કરતાં આ સુખડના લાકડા ચોરીના હોવાનું જણાવ્યું હતુ. તેઓએ ગામડી ગામે આવેલા એક ખેતરમાંથી તેમજ અઠવાડિયા પહેલા ઉમરેઠ તાલુકાના રામદેવપુરા ખાતેથી સુખડના ઝાડને કાપીને ચોરી કર્યાની કબુલાત કરી હતી.

 

(5:42 pm IST)