Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

નર્મદા ડેમ માંથી 11.72 લાખ ક્યુસેક પાણી ની આવક સામે 10.19 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યુ છે

નર્મદા નદી કાંઠા અને કરજણ નદી કાંઠા ના ગામો મા પુર ના પાણી ઘુસી જતાં કેળાં ના પાક ને ભારે નુકશાન

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા ડેમ ના ઉપર વાસમા આવેલા વિવિધ ડેમો માથી આવી રહેલી પાણી ની આવક ના પગલે નર્મદા ડેમ માં પાણી ની સપાટી વધતા નર્મદા નદી 23 દરવાજા ખોલી 10.19 લાખ ક્યુસેક હાલ પાણી છોડી રહ્યાં છે.

નર્મદા નદી મા છોડવામાં આવેલાં પાણી ને કારણે પુર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે, કેવડીયા આસપાસ ના ગામો તથા નાંદોદ તાલુકાના સિસોદ્રા,હજરપુરા, ભચરવાડા,ધાનપૉર,ધમણાચા ગામોમા પુર ના પાણી એ કેળ ના પાક ને ભારે નુકશાન કરતા, ધરતીપુત્રો ને કોરોના ની કળ વળે એ પહેલાં બિજો ફટકો વાગ્યો છે.

સિસોદ્રા ગામ ના સલામત ગણાતા ખેતરો મા નિકોલી ની ખાડી નુ પાણી ઘુસી જતાં ખેતર તળાવ મા ફેરવાઈ ગયાં છે, અને તાજેતરમાં ટીસ્યુ કેળ ના રોપાઓ નુ વાવેતર કરી ને બેઠેલા ખેડુતો ને માથે હાથ દઇ રડવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર સર્વે કરીને નુકશાન વેઠેલા ખેડુતો ને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી હતી.અને નર્મદા ડેમ માથી છોડવામાં આવતા પાણી ને નિયંત્રણ પુર્વક અને સમયસર છોડે જેથી કરી ને ખેડુતો ને પારાવાર નુકશાન વેઠવાનો સમય ના આવે તેવી પણ માંગ ખેડૂતો એ કરી છે.

(7:36 pm IST)