Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સાગબારા પોલીસે પલાસવાડા ખાતે ઝૂપડી માં જુગાર રમતા ૪ ને ૧૧ હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં દારૂ જુગાર પર પોલીસ ની બાઝ નજર હોય નર્મદા પોલીસ વડા હિમકર સિંહની કડક સુચના મુજબ પ્રોહી જુગારની ગે.કા.પ્રવૃતિ ઉપર કડક કાર્યવાહી કરવાની સુચના ના પગલે તા.૩૧ ઓગસ્ટ નાં રોજ જી.કે.વસાવા પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા એ બાતમીના આધારે તેમના પોલીસ સ્ટાફ સાથે કોલવણ આ.પો.નાં પલાસવાડા ગામે એક કાચી ઝૂંપડીમાં લાઈટના અજવાળે પત્તાપાના વડે પૈસાનો જુગાર રમી.રમાડતા ઈસમો ઉપર રેડ કરતા સ્થળ ઉપરથી(૧)મહેંદ્ર.ભગાભાઇ વલવી(૨)નરેન્દ્ર કાંતી લાલ પાડવી(૩)જેન્તી હોનજીભાઇ વલવી(૪)નેતાજી શિવાજી ભાઇ વલવી,રહે.પલાસવાડા તા.સાગબારા ને પકડી પાડી તેમની અંગ ઝડતી માંના રોકડ રૂપીયા ૧૦, ૦૦૦/- તથા દાવ ઉપરના રોકડ રૂપીયા ૧૨૩૦/- મળી કુલ્લે .૧૧,૨૩૦/-નો મુદામાલ કબજે કરી જુગારનો કેશ કરી આરોપીઓ સામે જુગાર ધારા નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે,

(7:27 pm IST)