Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ગરુડેશ્વર નર્મદા ઘાટ ઉપર આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર પુરના કારણે પાણીમાં તણાયુ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : હાલ સમગ્ર રાજ્ય માં ભારે વરસાદ ના કારણે નર્મદા જિલ્લામાં પણ નર્મદા અને કરજણ ડેમ માંથી સતત પાણી છોડાઈ રહ્યું છે જેમાં રવિવારે નર્મદા ડેમ માંથી ૧૧ લાખ ક્યુસેક જેવુ પાણી અને કરજણ ડેમ માંથી પણ ૨૩ હજાર ક્યુસેક પાણી છોડાયું હોય નદી કાંઠા ના અનેક ગામો અને ખેતરો માં પાણી ભરાઈ ગયું હોય ભારે તારાજી જોવા મળી છે જેમાં ખાસ કરીને ગરુડેશ્વર ના નર્મદા ઘાત પર આવેલું નર્મદેશ્વર મહાદેવ નું મંદિર ની આસપાસ પાણી નો પ્રવાહ વધતા આ મંદિર પાણીમાં તણાઈ જતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી.સદનસીબે ત્યાં કોઈ ભક્તો કે પૂંજારી ન હતા નહિ તો દુર્ઘટના બની શક્ત,જોકે ભારે વરસાદ એ કુદરતી આફત હોવાના કારણે આ ઘટના બની હોય હવે વરસાદ બાદ તંત્ર આ મંદિર ઉભું કરવા મદદરૂપ થાય તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે.

(7:28 pm IST)