Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કોરોના નો ફૂફાળો આજે પણ રાજ્યમાં યથાવત : છેલ્લા ચોવીસ કલાકમાં નવા રેકર્ડબ્રેક 1280 પોઝીટીવ કેસ નોંધાવાની સામે 1025 દર્દીઓને રજા અપાઈ : કુલ કેસનો આંકડો વધીને 96,435 થયો : આજે વધુ 14 લોકોના દુખદ અવસાન : રાજ્યનો કુલ મૃત્યુઆંક 3022 એ પહોચ્યો : અત્યાર સુધીમાં કુલ 77,782 લોકોએ કોરોનાને માત આપી : રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત

આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 257 કેસ, અમદાવાદમાં 173 કેસ, ગાંધીનગરમાં 36 કેસ, વડોદરામાં 128 કેસ, રાજકોટમાં 118 કેસ, જામનગરમાં 114 કેસ, જૂનાગઢમાં 35 કેસ, મોરબીમાં 28 કેસ, ભાવનગરમાં 40 કેસ, પંચમહાલમાં 39 કેસ, કચ્છમાં 20 કેસ, મહેસાણામાં 29 કેસ નોંધાયા : સંપૂર્ણ સૂચિ જોવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ રીતે ફેલાઈ રહ્યો છે. રોજેરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1280 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 96,435 ને આંબી ગઈ છે અને આજે વધુ 14 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3022 થયો છે તો બીજીતરફ આજે વધુ 1025 દર્દીઓ સાજા થતા કુલ 77,782 લોકોએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં હાલમાં કુલ 15,631 એક્ટિવ કેસ છે જેમાં 15,552 સ્ટેબલ છે અને 79 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત રહેતા લોકો મુંજવાણમાં પડ્યા છે કે સાચ્ચા આંકડાઓ ક્યાં માનવા?

(7:49 pm IST)