Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ભડલા ડેમ ઓવરફ્લો થતા ધંધુકા-અમદાવાદ હાઇવે બંધ

સૌરાષ્ટ્રથી આવતા તમામ વાહનોને રોકાયા : ધંધુકાથી પસાર થતી સુખ ભાદર નદીમાં ઘોડા પૂર આવતા ધંધુકાની સાતથી વધારે સોસાયટીઓમાં પાણી ભરાયા

અમદાવાદ,તા.૩૧ : સુખ ભાદર નદી પર બાંધેલો ભડલા ડેમના ૧૨ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે ધંધુકાથી પસાર થતી સુખ ભાદર નદીમાં ઘોડા પૂર આવતા ધંધુકાની સાત જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયા છે. આ સાથે હજારો લોકોનની અવરજવરવાળા ધંધુકા અમદાવાદ હાઇવે પર પણ પાણી ધસી આવતા હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. હાલ સૌરાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનો ધંધુકા ખાતે રોકી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમા લઇને ધંધુકા પોલીસ દ્વારા ધંધુકા સર્કલથી અમદાવાદ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. આ હાઇવે બંધ કરવાને કારણે અનેક લોકો રસ્તા પર જ ફસાયા છે અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

             પાળીયાદ આવેલ સુખભાદર ડેમના ૧૨ દરવાજા ખોલવામાં આવ્યા છે. સુખભાદર ડેમ પાળીયાદ ખાતે આવેલો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ૧૨ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી નીચાણવાળા ગામો જેમકે, ઉમરાળા, અલમપુર, રાણપુર, કનારા, નાગનેશ, દેવળીયાને એલર્ટ કરી દેવાયા છે. આ પહેલા ૨૪ ઓગસ્ટના રોજ ડેમ ઓવરફ્લો થયો હતો. વહેલી સવારથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ૧૦ વાગ્યા સુધીમાં ૧૦૩ તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં ૫ તાલુકામાં ૧થી ૨ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે ૨૪ તાલુકામાં ૧૦દ્બદ્બથી ૧ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં ૧૦દ્બદ્બ કરતા ઓછો વરસાદ આજે સવારે ૧૦ વાગ્યા સુધી નોંધાયો છે.

(7:57 pm IST)