Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

મોટાભાગના જિલ્લાઓમાં મોટા પાયે વધુ પડતો વરસાદ પડ્યો: સિઝનનો ૧૨૦ ટકા વરસાદ વરસી ગયો

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મોટા પાયે વધુ પડતો એટલે કે નોર્મલ થી ૬૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કેટલાક જિલ્લામાં વધુ એટલે કે નોર્મલથી ૨૦ થી ૫૯ ટકા વધુ વરસાદ નોંધાયો છે. મોટાભાગના ગુજરાતમાં નોર્મલ કે નોર્મલથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે બે જિલ્લામાં વરસાદની ખાધ રહી ગઈ છે. આમ સર્વાંગી રીતે જોઈએ તો 2020 ના ચોમાસામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલ કરતાં વધુ એટલે કે એકસો વીસ ટકા વરસાદ પડી ગયો છે.

(8:45 pm IST)