Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજપીપળા શાક માર્કેટમાં રહેતી મહિલાએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શાક માર્કેટમાં રહેતા શખ્સને રૂપિયા બાબતે હેરાન કરી ધમકી આપનાર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરીયાદ થઈ છે

પ્રાપ્ત વિગતો અનુસાર સૈયદાબાનુ ઈકબાલભાઈ સોલંકી (રહે. શાકમાર્કેટ, રાજપીપલા)ની ફરિયાદ મુજબ તેમની બહેનની સારવાર માટે પૈસાની જરૂરિયાત હોવાથી ચારેક મહિના પહેલાં
 આકીબભાઈ જાકીરભાઈ સોલંકી ઉર્ફે સાટી રહે. કસ્બાવાડ રાજપીપલા પાસેથી રોકડ રૂપિયા ૧૦,૦૦૦  લીધેલ જે અઢી મહિના પછી તેને પરત આપતાં તેણે મુળ મુડીના એક મહિનાના ૨૦ % વ્યાજ સાથે અઢી મહિનાના રૂ. ૫૦૦૦ની માંગણી કરતાં મુળ મુડી રૂ.૧૦,૦૦૦ તથા વ્યાજ રૂ. ૫૦૦૦ સાથે કુલ રૂ. ૧૫,૦૦૦ આ કામના ચૂકવી દેવા છતાં તા.૨૮/૧૨/ ૨૦૨૧ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં આ કામના આકીબભાઈ તેમના ઘરમાં ઘુસી હજુ બીજા વ્યાજના રૂ. ૭૦૦૦ ચુકવવાના બાકીમાં છે તેમ જણાવી પઠાણી ઉઘરાણી કરી ગાળાગાળી કરી જાનથી મારવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:27 pm IST)