Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જિયોરપાટી ગામમાં જમીનના ભાગ બાબતે મારામારી કરી મહિલાને આપઘાત કરવા માટે દુસ્પ્રેરણ કરતા દંપતિ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જિયોરપાટી ગામમાં જમીનના ભાગ બાબતે મહિલાને આપઘાત કરવા દુસ્પ્રેરણ કરનાર વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ થઈ છે

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વિક્રમભાઈ સોમાભાઈ તડવી (રહે.જીયોરપાર્ટી કુભેશ્વર ફળિયું તા.નાદોદ)એ આપેલી ફરીયાદ અનુસાર તે તથા નગીનભાઈ ગોવિદભાઈ તડવી અને ઉષાબેન નગીનભાઈ તડવી પાડોશીઓ થતા હોય તેમના કાકી સાસું મધુબેન ગોરધનભાઈ તડવીની જમીન ટંકારી ગામની સીમમાં આવેલી હોય જે જમીન તેમના પત્નિ તથા વિક્રમભાઈના સાળાઓને વહેચીને ખાવા માટે જણાવેલ હોય નગીનભાઈ નવેક વર્ષથી આ જમીન ખેડતો આવેલ હોય જે જમીનમાંથી વિક્રમભાઈના સસરાને કે પત્નિને કે બીજા સાળા રમણને કોઈ જ ઉપજ આપતા ન હોય અને જમીન પણ ખેડવા આપતા ન હોય જમીનમાં ભાગ માંગતા છેલ્લા છ મહીનાથી આ લોકો ગાળો બોલી હેરાન કરતા હતા ત્યારબાદ મારા મારી કરી અસહ્ય ત્રાસ આપતા વિક્રમભાઈના પત્ની ચંપાબેનને કપાસમા છાંટવાની ઝેરી દવા પી જઇ આત્મહત્યા કરવાનુ બંન્ને આરોપીઓ દુષ્પ્રેરણ આચરી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરતા રાજપીપળા પોલીસે દંપતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:28 pm IST)