Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સુરતમાં GST વધારા સામે રોષ, વેપારીઓએ જડબેસલાક ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખી રોષ પ્રદર્શિત કર્યો

શહેરની તમામ 170 કાપડ માર્કેટની 70 હજારથી વધુ દુકાનો બંધ

1 જાન્યુઆરી 2022થી કાપડ ઉદ્યોગની વેલ્યુ ચેઇન પર 12 ટકાના જીએસટી દરના વિરોધમાં ટેકસટાઇલ ફેડરેશન ઓફ સુરત ટ્રેડર્સ (ફોસ્ટા) દ્વારા આજે શહેરની તમામ 170 કાપડ માર્કેટની 70 હજારથી વધુ દુકાનો બંધ રાખવા એલાન આપવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને આજે માર્કેટ જડબેસલાક બંધ રાખવામાં આવ્યાં છે. વેપારીઓએ રોષ પૂર્વક દુકાનો બંધ રાખી છે. ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર વિરોધના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યાં છે.

(11:24 pm IST)