Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વડોદરા સાંસદ રંજનબેને 2400 ક્ષયરોગના દર્દીઓને લીધા દત્તક, રાજ્યપાલ આનંદીબેન પટેલની ઉપસ્થિતિ

રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું સમાજને સ્વસ્થ અને સશક્ત બનાવવો જરૂરી: 2 વર્ષથી યુપીમાં 2થી 2.5 લાખ બાળકોને દત્તક લીધા:દરેક કોલેજ એક ગામને દત્તક લે તેવુ આયોજન કર્યુ

વડોદરા :સુશાસન સપ્તાહ અંતર્ગત સાંસદ રંજનબેન ભટ્ટ 2400 ક્ષયરોગના દર્દીઓને દત્તક લઈ રહ્યા છે.આ કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરાની મુલાકાતે આવેલા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું કે સમાજને સ્વસ્થ અને સશક્ત બનાવવો જરૂરી છે. 2 વર્ષથી યુપીમાં 2થી 2.5 લાખ બાળકોને દત્તક લીધા છે. દરેક કોલેજ એક ગામને દત્તક લે તેવુ આયોજન કર્યુ છે. યુપીમાં 58 હજાર ગામડાઓમાં 60% મહિલા સરપંચો છે. લોકોની સારી સેવા એ જ ગુડ ગવર્નન્સનો મતલબ છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, ભાજપની અલગ અલગ વિશિષ્ટતાઓ છે. રાજકારણની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં છે.

સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી વડોદરાના 2400 ક્ષયરોગના દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્યકક્ષા મંત્રી મનીશા વકિલ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મેયર કેયુર રોકડીયા, ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા, યોગેશ પટેલ, સીમા મોહીલે અને કેતન ઇનામદાર પણ હાજર રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં શૈલેશ સોટ્ટા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિ ચેરમેન ડો. હિતેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ સહ પ્રવકતા ભરત ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.

(11:46 pm IST)