Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

નાઈટ ક્ફર્યૂની મુદ્દત 7 જાન્યુઆરી સુધી લંબાવાઈ : રાતના 11થી 5 સુધી રાત્રી ક્ફયૂ યથાવત રહેશે

વાઈબ્રન્ટ સમિટમાં પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાશે :તમામ કર્મચારીઓના RT PCR ટેસ્ટ થશે: એક મહિનામાં 3 હજારથી વધુ કેસ વધ્યા :1.10 લાખ બેડની વ્યવસ્થા :રાજ્યમાં 15900 ICU બેડ જ્યારે 7800 વેન્ટિલેટર છે. : આરોગ્યમંત્રીએ આપી માહિતી

અમદાવાદ : રાજયમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધતા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરવા માટે સરકારે નવી જાહેરાત કરી છે. જેમાં નાઈટ ક્ફર્યૂની મુદ્દત 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. જો કે, વાઈબ્રન્ટ સમિટમાં પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. તમામ કર્મચારીઓના RT PCR ટેસ્ટ થશે. આર્થિક ગતિ માટે વાઈબ્રન્ટ સમિટ જરૂરી હોવાનું જણાવ્યું છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, એક મહિનામાં 3 હજારથી વધુ કેસ વધ્યા છે. જેના કારણે 1.10 લાખ બેડની વ્યવસ્થા કરી છે. રાજ્યમાં 15900 ICU બેડ છે, જ્યારે 7800 વેન્ટિલેટર છે. ઓમીક્રોનના કેસ વધ્યા પણ મોટા ભાગના એસિમ્પટોમેટિક છે. હાલના કેસોમાં સિવિયારીટી ઓછી જોવા મળે છે જે ખૂબ સારી વાત છે. આ મહિને 18 લાખથી વધુ ટેસ્ટ થયા છે. જેમાં 0.79% પોઝિટિવિટી રેટ છે.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે રાજ્યમાં હાલ આપણી પાસે 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી ચાલી રહી છે

(7:46 pm IST)